Kheda Heavy Rain : નડિયાદમાં 1 ઇંચ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલ
ખેડા જિલ્લામાં વરસાદે તંત્રની પોલ ખોલી છે. નડિયાદમાં 1 ઈંચ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે.
Advertisement
ખેડા જિલ્લામાં વરસાદે તંત્રની પોલ ખોલી છે. નડિયાદમાં 1 ઈંચ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. નડિયાદ પાલિકામાંથી મહાનગર પાલિકા બન્યું પણ હાલત ન સુધરી. નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં પહેચાયું છે. શ્રેયસ ગરનાળા, ખોડિયાર ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. વૈશાલી ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. નડિયાદ સહિત કઠલાલ, કપડવંજમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.
Advertisement


