Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત જિલ્લાના ચોર્યાસી, માંડવી અને બારડોલી તાલુકાના ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ

‘નલ સે જલ’યોજના અંતર્ગત વાસ્મો (WASMO- વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રયાસોથી ચોર્યાસી, માંડવી અને બારડોલી તાલુકાના ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ થયું છે. હવે ઘરે ઘરે 'નલ સે જલ' પહોંચી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોને પાણીદાર બનાવવા 'રાષ્ટ્રીય જલ જીવન મિશન' હેઠળ સુરત જિલ્લાના નવ તાલુકાના કુલ ૭૨૦ ગામોમાં ૯૬.૬૪% નળ જોડાણ પૂર્ણ થયું છે. નવ તાલુકાના કુલ ૭૨૦ ગામોના ૩,૯૬,૩૬૩ ઘરોમાંથ
સુરત જિલ્લાના ચોર્યાસી  માંડવી અને બારડોલી તાલુકાના ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ
Advertisement
‘નલ સે જલ’યોજના અંતર્ગત વાસ્મો (WASMO- વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રયાસોથી ચોર્યાસી, માંડવી અને બારડોલી તાલુકાના ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ થયું છે. હવે ઘરે ઘરે 'નલ સે જલ' પહોંચી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોને પાણીદાર બનાવવા 'રાષ્ટ્રીય જલ જીવન મિશન' હેઠળ સુરત જિલ્લાના નવ તાલુકાના કુલ ૭૨૦ ગામોમાં ૯૬.૬૪% નળ જોડાણ પૂર્ણ થયું છે. 
નવ તાલુકાના કુલ ૭૨૦ ગામોના ૩,૯૬,૩૬૩ ઘરોમાંથી ૩,૮૯,૯૫૫ ઘરોને સંપૂર્ણ નળ જોડાણ માટેની ૯૬.૬૪% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ચોર્યાસી તાલુકાના ૪૭ ગામોના કુલ ૪૩,૧૭૩ ઘરો, બારડોલી તાલુકાના ૮૬ ગામોના કુલ ૪૩,૩૧૯ ઘરો, માંડવી તાલુકાના ૧૩૬ ગામોના કુલ ૫૦,૩૪૭ ઘરોને ૧૦૦ ટકા નળ જોડાણનો લાભ આપવામાં આવ્યો છે. જયારે કામરેજ તાલુકામાં ૯૯.૮૦% કામગીરી અંતર્ગત ૬૯ ગામોના કુલ ૪૭,૫૭૦ ઘરોમાંથી ૬૮ ગામોના ૪૭,૪૭૩ ઘરોને નળ જોડાણથી આવરી લેવાયા છે. 
આ સિવાય માંગરોળ તાલુકામાં ૯૮.૩૯% કામગીરી અંતર્ગત ૯૩ ગામોના કુલ ૫૧,૪૮૯ ઘરોમાંથી ૯૧ ગામોના ૫૦,૬૫૮ ઘરો, ઓલપાડ તાલુકામાં ૯૭.૯૩% કામગીરી અંતર્ગત ૧૦૮ ગામોના કુલ ૫૫,૮૦૮ ઘરોમાંથી ૧૦૩ ગામોના ૫૪,૬૫૧ ઘરો, પલસાણા તાલુકામાં ૯૭.૩૮% કામગીરી અંતર્ગત ૪૮ ગામોના કુલ ૩૯,૪૭૩ ઘરોમાંથી ૪૬ ગામોના ૩૮,૪૩૭ ઘરો, ઉમરપાડા તાલુકામાં ૯૯.૮૯% કામગીરી અંતર્ગત ૬૪ ગામોના કુલ ૨૫,૩૫૮ ઘરોમાંથી ૬૩ ગામોના ૨૫,૩૨૯ ઘરો અને મહુવા તાલુકામાં ૯૧.૮૨% કામગીરી અંતર્ગત ૬૯ ગામોના કુલ ૩૯,૮૨૬ ઘરોમાંથી ૬૫ ગામોના ૩૬૫૬૮ ઘરોને નલ સે જલ" યોજના થકી સફળતાપૂર્વક નળ જોડાણની સુવિધા આપવામાં આવી છે.  
Tags :
Advertisement

.

×