દિલ્હીમાં સતત ત્રીજા દિવસે એક હજાર કરતા વધારે નવા કેસ, એક્ટિવ કેસ અઢી મહિનામાં સૌથી વધુ
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે એક હજારથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા અઢી મહિનામાં સૌથી વધારે થઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 1083 કેસ નોંધાયા છે. તો તેની સામે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત પણ થયું છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના 144 નવા કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થ
Advertisement
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે એક હજારથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા અઢી મહિનામાં સૌથી વધારે થઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 1083 કેસ નોંધાયા છે. તો તેની સામે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત પણ થયું છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના 144 નવા કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે.
દિલ્હીમાં એક્ટિવ કેસ અઢી મહિનામાં સૌથી વધુ
દિલ્હીમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા 3975 થઇ છે. જે છેલ્લા અઢી મહિનામાં સૌથી વધારે છે. આ પહેલા ગત 12 ફેબ્રુઆરીના દિવસે એક્ટિવ કોરના કેસની સંખ્યા 4331 હતી. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને 4.48 ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
દેશમાં રવિવારે 2593 કેસ
જો આખા દેશની વાત કરીએ તો રવિવારે 2,593 નવા કેસ સામે આવ્યા છે. તે મુજબ દેશના લગભગ 40 ટકા કેસ એકલા દિલ્હીમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 44 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15,873 થઈ ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં 187.65 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદી કરશે સમીક્ષા બેઠક
દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કોરોના નિયમોને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે.
દિલ્હીમાં ફરજિયાત માસ્કનો નિયમ લાગુ
દિલ્હી સરકારે તાજેતરમાં જિલ્લાધિકારીઓને ટીમ બનાવીને ફરજિયાત માાસ્કનો નિયમ અમલી બનાવવા આદેશ આપ્યા છે. શુક્રવારથી દિલ્હીમાં ફરીથી જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.


