130th Constitutional Amendment Bill : 30 દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ નહીં રહે પદ પર હક
કેન્દ્ર સરકારે સંવિધાન સુધારણા બિલ (Constitution Amendment Bill) લોકસભામાં રજૂ કર્યું છે, જેમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે જો કોઈ વડા પ્રધાન, મુખ્યમંત્રી અથવા કોઇ મંત્રીની ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય અને તેઓ 30 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહે, તો તેમને તેમના પદ પરથી હટાવવામાં આવશે.
Advertisement
કેન્દ્ર સરકારે સંવિધાન સુધારણા બિલ (Constitution Amendment Bill) લોકસભામાં રજૂ કર્યું છે, જેમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે જો કોઈ વડા પ્રધાન, મુખ્યમંત્રી અથવા કોઇ મંત્રીની ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય અને તેઓ 30 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહે, તો તેમને તેમના પદ પરથી હટાવવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) એ બુધવારે આવા 3 બિલો લોકસભામાં રજૂ કર્યા અને તેને સંસદની સંયુક્ત સમિતિ (joint committee of Parliament) ને મોકલવાની ભલામણ કરી. આ પ્રસ્તાવને લઈને વિપક્ષે કડક વિરોધ નોંધાવ્યો છે. બિલમાં એક ખાસ જોગવાઈ એવી છે કે કસ્ટડીમાંથી બહાર આવ્યા પછી સંબંધિત નેતાને ફરીથી પદ પર પુનર્નિયુક્ત કરવાની છૂટ રહેશે.
Advertisement


