Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેરબજારમાં જોવા મળી રિકવરી, સેન્સેક્સમાં 202.34 પોઈન્ટનો ઉછાળો

મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક બજારની શરૂઆત મજબૂતાઈ સાથે થઈ છે. સેન્સેક્સ 202.34 પોઈન્ટ એટલેકે  0.38 ટકાના વધારા સાથે 52,995.96ની સપાટી પર ખુલ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સ 62.00 પોઇન્ટના મામૂલી વધારા સાથે 15,844.15ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. સતત કેટલાય દિવસોના ઘટાડા બાદ આજે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.એશિયન બજારોએ આજે ​​સારી શરૂઆત કરી છે.  નિક્કી વધારા સાથે ટ્રેડ થયો છે.  શાંઘાઈ અને કોસ્પી લà
શેરબજારમાં જોવા મળી રિકવરી  સેન્સેક્સમાં  202 34 પોઈન્ટનો ઉછાળો
Advertisement
મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક બજારની શરૂઆત મજબૂતાઈ સાથે થઈ છે. સેન્સેક્સ 202.34 પોઈન્ટ એટલેકે  0.38 ટકાના વધારા સાથે 52,995.96ની સપાટી પર ખુલ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સ 62.00 પોઇન્ટના મામૂલી વધારા સાથે 15,844.15ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. સતત કેટલાય દિવસોના ઘટાડા બાદ આજે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.
એશિયન બજારોએ આજે ​​સારી શરૂઆત કરી છે.  નિક્કી વધારા સાથે ટ્રેડ થયો છે.  શાંઘાઈ અને કોસ્પી લાલ નિશાનમાં છે. આ સાથે યુએસ માર્કેટમાં ડાઉ જોન્સમાં પણ 150 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે યુએસ માર્કેટ સારા ઉછાળા સાથે બંધ થયા છે.
ટાટા સ્ટીલ ઉપરાંત, ટાઇટન, મારુતિ, બજાજ ફાઇનાન્સ, LT, M&M, SBI, IndusInd Bank, Reliance, Wipro, HL Tech, ICICI બેંક, HDFC બેંક, HDFC, Axis Bank, NTPC, TCS, Infosys, Sun Pharma, ITC સહિતના શેરોમાં સારી ખરીદી થઈ રહી છે. જયારે અલ્ટ્રાકેમિકલ ઉપરાંત ડૉ. રેડ્ડીઝ, નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રીડ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફિનસર્વ અને ભારતી એરટેલ ના શેરોમાં ઘટાડો થઈ રહ્યો છે.
સેક્ટરલ ઈન્ડેક્સ પર નજર કરવામાં આવે તો આજે FMCG સેક્ટર, ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે. આ સિવાય નિફ્ટી બેંક, ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
Tags :
Advertisement

.

×