શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1000 અને નિફ્ટીમાં 298થી વધુ પોઇન્ટનો ઘટાડો
શેરબજારમાં આજે મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 54,000ની સપાટી ગુમાવી છે. નિફ્ટી પણ 1.7 ટકાથી વધુ તૂટ્યો છે.બજારની શરૂઆતમાં સેન્સેક્સ આજે 53,070ની સપાટી પર ખૂલ્યો હતો અને નિફ્ટીએ 15,917ની સપાટીએ શરૂઆત કરી હતી. શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી 1.9 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર ખુલતાની સાથે જ લગભગ 370 શેર વધ્યા છે 1629 શેર ઘટ્યા છે અને 73 શેર યથàª
Advertisement
શેરબજારમાં આજે મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 54,000ની સપાટી ગુમાવી છે. નિફ્ટી પણ 1.7 ટકાથી વધુ તૂટ્યો છે.
બજારની શરૂઆતમાં સેન્સેક્સ આજે 53,070ની સપાટી પર ખૂલ્યો હતો અને નિફ્ટીએ 15,917ની સપાટીએ શરૂઆત કરી હતી. શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી 1.9 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર ખુલતાની સાથે જ લગભગ 370 શેર વધ્યા છે 1629 શેર ઘટ્યા છે અને 73 શેર યથાવત રહ્યા છે.
સવારે 9.33 વાગ્યે સેન્સેક્સ 1,037.59 પોઈન્ટના ઘટાડા સાથે 53,170.94 પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી 16,000ની નીચે રહે છે. નિફ્ટી હાલમાં 298.65 પોઈન્ટ એટલેકે 1.84 ટકાના ઘટાડા બાદ 15,941 પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટીના 2 શેરો સિવાય બાકીના તમામ શેરો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને નિફ્ટીમાં હવે 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 732 પોઈન્ટ એટલેકે 2.14 ટકા ઘટીને 33431 ના સ્તર પર આવી ગયો છે.


