ભરુચ જીલ્લામાં પેટ્રોલ પંપ પર બંદૂકની અણીએ થયેલી લૂંટના બનાવમાં 2 ઝડપાયા
ભરૂચ જિલ્લામાં વાગરા પાસે અને નબીપુર પાસે પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવનારી ટોળકીને જીલ્લા પોલીસે ઝડપી લીધી હતી. ભરૂચ જિલ્લામાં ગત 9મેના રોજ મોડી રાત્રે દહેજથી આમોદ જતા રોડ ઉપરના ચાંચવેલ ગામ નજીકના વેલકમ પેટ્રોલ પંપ ઉપર બે લુંટારૂ મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવાના બહાને આવ્યા હતા અને પેટ્રોલ પંપ ની ઓફિસમાં રહેલા કર્મીને રિવોલ્વર બતાવી તેને મારી રૂપિયા ૩૧૬૪૭ની લૂંટ ચલાવી હતી.ત્યારàª
Advertisement
ભરૂચ જિલ્લામાં વાગરા પાસે અને નબીપુર પાસે પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવનારી ટોળકીને જીલ્લા પોલીસે ઝડપી લીધી હતી.
ભરૂચ જિલ્લામાં ગત 9મેના રોજ મોડી રાત્રે દહેજથી આમોદ જતા રોડ ઉપરના ચાંચવેલ ગામ નજીકના વેલકમ પેટ્રોલ પંપ ઉપર બે લુંટારૂ મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવાના બહાને આવ્યા હતા અને પેટ્રોલ પંપ ની ઓફિસમાં રહેલા કર્મીને રિવોલ્વર બતાવી તેને મારી રૂપિયા ૩૧૬૪૭ની લૂંટ ચલાવી હતી.
ત્યારબાદ બીજા દિવસે નબીપુર નજીકના રંગ કંપનીના પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ત્રણ અજાણ્યા બુકાનીધારીએ મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવાના બહાને પ્રવેશ્યા હતા અને પેટ્રોલ પંપના કર્મીઓ કંઈ બોલે તે પહેલાં મોટરસાયકલ ઉપર આવેલા બુકાનીધારીઓએ રિવોલ્વરની અણીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ભયનો માહોલ ઉભો કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઓફિસનો કાચનો દરવાજો ન ખુલતા લૂંટારૂ ટોળકીએ ખાલી હાથે ભાગવું પડ્યું હતું.
પોલીસે બંને લૂંટની ઘટનાનું ઝીણવટ ભરી રીતે તપાસ શરૂ કરી હતી. નબીપુરમાં પેટ્રોલ પંપ ઉપરની લૂંટની ઘટના બાદ લૂંટારું ટોળકી મોટરસાયકલ રેલવે ફાટક નજીક છોડી દીધી હતી. તપાસ દરમિયાન આ મોટરસાયકલ ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીકથી ગુમ થઈ હોવાની આ માહિતી સામે આવી હતી. લૂંટારું ટોળકીએ સૌપ્રથમ મોટરસાયકલની ઉઠાંતરી કરી લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોવાનો પર્દાફાશ થયો હતો
પોલીસે નબીપુર નજીકના ગુરુદ્વારા નજીક શંકાસ્પદ બે વ્યક્તિઓની પૂછપરછ કરતા લૂંટનો ભાંડો ફૂટયો હતો. બંને પાસેથી જીવતા કારતૂસ તથા દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. ઝડપાયેલા બંનેની કડક પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ રવિન્દરસિગ ઉર્ફે બાજવા બલબીરસિંગ તથા બીજાનું નામ અમિતકુમાર ઉર્ફે વિકી નિર્મલ કુમાર હંસરાજ હોવાનું તેમજ તેમની સાથે વધુ એક સોનુ નામનો શખ્સ હોવાનું બહાર આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં બે દિવસથી મોટરસાયકલ લઈ પેટ્રોલ પુરાવાની પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાની ઘટના સામે આવી હતી, જેના પગલે લૂંટારું ટોળકી જે મોટરસાયકલ લઈને લૂંટને અંજામ આપતા હતા તે મોટરસાયકલ ભરૂચના નેશનલ હાઇવે 48 ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક બે દિવસ પહેલા ચોરી થઇ હોવાનું વિસ્ફોટ થયો હતો. મોટરસાયકલનો માલિક મંદિરે દર્શન કરવા આવ્યો હતો તે દરમિયાન તેની મોટરસાઈકલ મંદીરની બહારથી ચોરી થઇ ગઇ હોવાની કેફિયત રજૂ કરતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી


