Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

82 કલાકમાં અંતરીક્ષમાંથી આવ્યા 1863 રેડિયો સિગ્નલ, જાણો શું છે ઘટના

ચીનના રેડિયો ટેલિસ્કોપમાં સિગ્નલ પકડાયાઅમેરીકા અને ચીનના વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે રેડિયો સિગ્નલનો અભ્યાસમનુષ્ય દ્વારા એલિયનની દુનિયાનો સંપર્ક થઈ ગયો છે કારણ કે વૈજ્ઞાનિકોને અંતરિક્ષના એક ખૂણેથી સતત આવતા સિગ્નલો પૃથ્વીને મળી રહ્યા છે. આ સિગ્નલોની નોંધ પણ કરવામાં આવી છે. આ નવા પ્રકારના રેડિયો સિગ્નલો છે. જે સામાન્ય ફાસ્ટ રેડિયો બર્સ્ટ (FRB) થી અલગ છે.વિજ્ઞાનીઓ એ જ દિશામાં રેડિયà«
82 કલાકમાં અંતરીક્ષમાંથી આવ્યા 1863 રેડિયો સિગ્નલ  જાણો શું છે ઘટના
Advertisement
  • ચીનના રેડિયો ટેલિસ્કોપમાં સિગ્નલ પકડાયા
  • અમેરીકા અને ચીનના વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે રેડિયો સિગ્નલનો અભ્યાસ
મનુષ્ય દ્વારા એલિયનની દુનિયાનો સંપર્ક થઈ ગયો છે કારણ કે વૈજ્ઞાનિકોને અંતરિક્ષના એક ખૂણેથી સતત આવતા સિગ્નલો પૃથ્વીને મળી રહ્યા છે. આ સિગ્નલોની નોંધ પણ કરવામાં આવી છે. આ નવા પ્રકારના રેડિયો સિગ્નલો છે. જે સામાન્ય ફાસ્ટ રેડિયો બર્સ્ટ (FRB) થી અલગ છે.
વિજ્ઞાનીઓ એ જ દિશામાં રેડિયો ટેલિસ્કોપનું સતત 91 કલાક સુધી નિરીક્ષણ કરતા હતા જ્યાંથી સિગ્નલ આવી રહ્યા હતા. અહીંથી 82 કલાક માટે 1863 સિગ્નલ આવ્યા હતા. આ સિગ્નલ આપણી પૃથ્વીથી દૂર આવેલી આકાશગંગામાંથી આવી રહ્યા છે. જે જગ્યાએથી સિગ્નલ આવી રહ્યા છે તેનું નામ FRB 20201124A છે.
ચીનના ફાઈવ હંડ્રેડ મીટર એપરચર સ્ફેરિકલ રેડિયો ટેલિસ્કોપ (FAST) દ્વારા આ સિગ્નલ પકડવામાં આવ્યા છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી હેંગ શુ દ્વારા આ સિગ્નલોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હેંગ શુ કહે છે કે, તે આકાશગંગામાં મેગ્નેટાર (Magnetar) એટલે કે ન્યુટ્રોન સ્ટાર છે જે આ રેડિયો સિગ્નલ મોકલી રહ્યો છે. તેની પાસે ખૂબ જ ઉચ્ચ ચુંબકીય ક્ષેત્ર છે. FRB 20201124A અંતરિક્ષમાં એ પ્રકારો તારો છે.
લાસ વેગાસમાં યુનિવર્સિટી ઓફ નેવાદાના એસ્ટ્રોફિઝિસિસ્ટ બિંગ ઝાંગે જણાવ્યું હતું કે, આ રેડિયો સિગ્નલોએ અમને ચોંકાવી દીધા. હવે તેની સ્ટડી કરવા માટે અમેરિકા અને ચીન બંનેના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરી રહ્યા છે. આ આપણી કલ્પનાથી ખુબ જ રહસ્યમયી છે. અહીંથી વિવિધ રેડિયો સિગ્નલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. તેમને સમજવાની કોશિશ કરવામાં આવે છે. ક્યાંક બીજી કોઈ દુનિયામાંથી આપણને કોઈ પ્રકારનો સંદેશો તો નથી આવી રહ્યો છે. પરંતુ આ સિગ્નલને સમજવા એટલા સરળ નથી. FRB 20201124Aની ગેલેક્સી આપણી ગેલેક્સી જેવી લાગે છે.
ફાસ્ટ રેડિયો બર્સ્ટ (FRB)ની શોધ 15 વર્ષ પહેલા થઈ હતી ત્યારથી આ સિગ્નલ વૈજ્ઞાનિકોને સતત પરેશાન કરી રહ્યા છે. તેને સમજવું મુશ્કેલ બની રહ્યું છે. કોઈ એક રહસ્ય ઉકેલતા પહેલા એક નવા પ્રકારનો FRB જોવા મળે છે. આ રેડિયો બર્સ્ટ્સ એટલી ઉર્જા છોડે છે જેટલી 50 કરોડ સૂર્ય ઉત્સર્જન કરે. પરંતુ મોટાભાગના FRB માત્ર એક જ વખત વિસ્ફોટ કરે છે. પરંતુ કેટલાક એવા પણ મળી આવ્યા છે, જે સમયાંતરે રેડિયો સિગ્નલ મોકલતા રહે છે. વર્ષ 2020માં પ્રથમ આપણી ગેલેક્સિમાં એક ફાસ્ટ રેડિયો બર્સ્ટ મળ્યો હતો.
Tags :
Advertisement

.

×