અંજારમાં કિન્નર સમાજના આર્થિક સહયોગથી કોમી એકતા સાથે 25 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
અંજારમાં કિન્નર સમાજના આર્થિક સહયોગથી કોમી એકતા સાથે 25 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાંથી સામેલ થયેલા પરિવારના 25 યુગલોમાં 20ના નિકાહ કરાવાયાં હતા તેમજ 5 દંપતિ લગ્નના બંધને જોડાયા હતા અંજાર શહેરના ટાઉનહોલના વિશાળ મેદાનમાં ચાલી રહેલા લગ્ન માહોલમાં કચ્છની કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. જ્યાં તમામ સમાજના લોકો આ વિરલ ઘટનાના સાક્ષી બનવા ઉમટી પડ્યા હતા.અંજાર àª
Advertisement
અંજારમાં કિન્નર સમાજના આર્થિક સહયોગથી કોમી એકતા સાથે 25 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાંથી સામેલ થયેલા પરિવારના 25 યુગલોમાં 20ના નિકાહ કરાવાયાં હતા તેમજ 5 દંપતિ લગ્નના બંધને જોડાયા હતા અંજાર શહેરના ટાઉનહોલના વિશાળ મેદાનમાં ચાલી રહેલા લગ્ન માહોલમાં કચ્છની કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. જ્યાં તમામ સમાજના લોકો આ વિરલ ઘટનાના સાક્ષી બનવા ઉમટી પડ્યા હતા.અંજાર ખાતે આવેલા કિન્નર મઠના કિન્નર જયશ્રીદે પ્રેમીલાદે નાયકના સંપૂર્ણ આર્થિક સહયોગ વડે શહેરમાં સમુહ લગ્નનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
ટાઉનહોલ ખાતેના મેદાન સમૂહનું આયોજન
ટાઉનહોલ ખાતેના મેદાનમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં એક સ્થળે સર્વે જ્ઞાતિજનોની ઉપસ્થિતી જોવા મળી હતી.સવારે લગ્ન ગિત અને રસમ સાથે વર કન્યા અને દુલ્હા દુલહન સાથે પરિજનો આનંદ ભાવ સાથે ઉજવણીમાં સામેલ થયા હતા. ત્યાર બાદ શુભ મુહૂર્તએ હિંદુ શાસ્ત્રોકત વિધિ સાથે લગ્ન સાથે મુસ્લિમ રીતિ મુજબ નિકાહ પઢાવવાની રસમ અદા કરવામાં આવી હતી.
દુઆઓથી સાર્વજનિક ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું
કચ્છની કોમી એકતાના દર્શન કરાવતી અને સમાજમાં કિન્નરોનું માન વધારતી સમૂહ લગ્નની વિરલ ઘટનાનું આયોજન અંજારના ટાઉનહોલના વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું સબકા માલિક એકના સૂત્રને દર્શાવતા સુવિચાર સાથે આ સમૂહલગ્નો કચ્છની કોમીએકતાના પ્રતીક હઝરત પીર સૈયદ હાજી અહમદશાબાવા (રહ.) મુફતિ-એ કચ્છ) તેમજ હજરત પીર સૈયદ હાજી મખદુમ અલી હાજી તકીશા બાવાની દુઆઓથી સાર્વજનિક ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
ભવ્ય આનંદ ઉલ્લાસ અને શિસ્ત બંધ રીતે યોજાઈ
ભવ્ય આનંદ ઉલ્લાસ અને શિસ્ત બંધ રીતે યોજાઈ રહેલા સમૂહ લગ્ન/નિકાહમાં 20 મુસ્લિમ દુલ્હા-દુલ્હનોની નિકાહ ખ્વાની સવારે 10 વાગ્યે હઝરત સૈયદ હાજી અમીનશા હાજી અહમદશા (ફરઝંદે મુફતી-એ-કચ્છ-માંડવી) તેમજ તિલાવતે કુરાન મોલાના મુબારક હાજી મુશા, નાત ખ્વાની સૈયદ જાફરશા હેદરશા (મુનાબાપુ) દ્વારા કરાઈ હતી.જ્યારે આ સમૂહલગ્નમાં 5 હિન્દુ સમાજના યુવક-યુવતીઓના લગ્નની વિધિ બ્રહ્મસમાજના અગ્રણી લાલા મહારાજ બટુક્ભાઇ પંડ્યાએ કરાવી હતી
ઉત્સવ કચ્છની કોમી એકતા અને ભાઈચારો દર્શાવે છે
સબકા માલિક એક સાર્વજનિક ગ્રુપના નેજા હેઠળ સમૂહ લગ્નની આયોજન વ્યવસ્થા સંભાળનાર અંજારના સૈયદ અનવરસા બાપુએ જણાવ્યું હતું કે સવારે 10 વાગ્યા બાદ શરૂ થયેલી લગ્ન અને નિકાહની રસમ બપોરે 12 વાગ્યે સંપન્ન થયા બાદ, સામાજિક અગ્રણીઓ, સહયોગીઓ અને દાતા કિન્નર સમાજના વ્યક્તિઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કિન્નર જયશ્રીદે પ્રેમીલાદે નાયક તરફથી મળેલા આર્થિક યોગદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ કચ્છની કોમી એકતા અને ભાઈચારો દર્શાવે છે. જે સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક ઘટના હશે. જ્યાં એકજ મંડપ નીચે હિન્દૂ અને મુસ્લિમના લગ્ન અને નિકાહ થઈ રહ્યા છે.આ સમૂહ લગ્નના દાતા કિન્નર જયશ્રીદે જણાવ્યું હતું કે અંજાર વિસ્તારમાં કિન્નરો દ્વારા અનેક સેવાકાર્યો થતા રહે છે. ત્યારે સાર્વજનિક ગ્રુપ અને મુસ્લિમ સમાજના સૈયદ બાપુ સર્વે જનો દ્વારા સુંદર આયોજન વ્યવસ્થા સંભાળી રૂડા અવસરને સફળ બનાવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


