શેરબજારમાં ઉછાળા સાથે શરૂઆત, સેન્સેક્સે ફરી વટાવી 57300ની સપાટી
આજે ઓટો, ગેસ, ઓઈલ અને એનર્જી સેક્ટરમાં સારો ઉછાળો જોવા મળી રહયો છે. આજે તેમના આધારે શેરબજારોમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે શેરબજારોમાં સારી શરૂઆત જોવા મળી છે અને એશિયન બજારોની મદદથી ભારતીય શેરબજારો પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.આજના ટ્રેડિંગની શરૂઆતમાં, સેન્સેક્સ 470 પોઈન્ટથી વધુ ઉછળીને ટ્રેડ કરી રહ્યો છે અને તેણે 476.92 પોઈન્ટ એટલે કે 0.84 ટકાના વધારા સાથે 57,296.31ની સપાટીએ ટ્રેડ
Advertisement
આજે ઓટો, ગેસ, ઓઈલ અને એનર્જી સેક્ટરમાં સારો ઉછાળો જોવા મળી રહયો છે. આજે તેમના આધારે શેરબજારોમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે શેરબજારોમાં સારી શરૂઆત જોવા મળી છે અને એશિયન બજારોની મદદથી ભારતીય શેરબજારો પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.
આજના ટ્રેડિંગની શરૂઆતમાં, સેન્સેક્સ 470 પોઈન્ટથી વધુ ઉછળીને ટ્રેડ કરી રહ્યો છે અને તેણે 476.92 પોઈન્ટ એટલે કે 0.84 ટકાના વધારા સાથે 57,296.31ની સપાટીએ ટ્રેડ કરવાનું શરૂ કર્યું છે. નિફ્ટીમાં 151.10 પોઈન્ટ એટલે કે 0.89 ટકાના ઉછાળા સાથે ટ્રેડ 17,189.50ની સપાટીએ ખુલ્યો છે.
નિફ્ટીના શેરની વાત કરીએ તો આજે 50માંથી 42 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય બાકીના 8 શેરોમાં લાલ નિશાન સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે અને તે 37 પોઈન્ટ વધીને 36068 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.
આજના ટ્રેડિંગમાં ઓઈલ એન્ડ ગેસ, પાવર, એનર્જી, મેટલ શેરો મજબૂત રહ્યા છે અને મીડિયા શેરોને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો વૃદ્ધિના લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઓઇલ અને ગેસ શેરોમાં 1.07 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે ફાર્મા શેરોમાં 1.05 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજે તમામ એશિયન બજારો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. જાપાનનો નિક્કી 0.61 ટકા અને કોરિયાનો કોસ્પી 0.55 ટકા ઉપર છે. ચીનનો શાંઘાઈ 0.67 ટકા જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 1.58 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. સિંગાપોરની સ્ટ્રેટ ટાઇમ્સ પણ આજે ઉપર છે.


