ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કચરો નાંખવા બાબતે ટોકતા મામલો બીચક્યો, તિક્ષ્ણ હથિયાર વડે થયેલા હુમલામાં 3 લોકો ઇજાગ્રસ્ત

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સંતોષી વસાહત નજીકના બળીયાદેવ મંદિર પાસે  નજીવી તકરારે મોટુ સ્વરૂપ લીધું.. તમે કચરો કેમ નાખો છો? તેમ કહેતા જ ઉશ્કેરાયેલા પાંચ લોકોએ કચરા બાબતે કહેવા આવનાર વ્યક્તિ પર અચાનક હુમલો કર્યો હતો જેમાં શિક્ષણ હથિયાર વડે હુમલો થતાં બે લોકોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદીએ આક્ષેપ કરà«
12:12 PM Dec 18, 2022 IST | Vipul Pandya
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સંતોષી વસાહત નજીકના બળીયાદેવ મંદિર પાસે  નજીવી તકરારે મોટુ સ્વરૂપ લીધું.. તમે કચરો કેમ નાખો છો? તેમ કહેતા જ ઉશ્કેરાયેલા પાંચ લોકોએ કચરા બાબતે કહેવા આવનાર વ્યક્તિ પર અચાનક હુમલો કર્યો હતો જેમાં શિક્ષણ હથિયાર વડે હુમલો થતાં બે લોકોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદીએ આક્ષેપ કરà«
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સંતોષી વસાહત નજીકના બળીયાદેવ મંદિર પાસે  નજીવી તકરારે મોટુ સ્વરૂપ લીધું.. તમે કચરો કેમ નાખો છો? તેમ કહેતા જ ઉશ્કેરાયેલા પાંચ લોકોએ કચરા બાબતે કહેવા આવનાર વ્યક્તિ પર અચાનક હુમલો કર્યો હતો જેમાં શિક્ષણ હથિયાર વડે હુમલો થતાં બે લોકોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદીએ આક્ષેપ કર્યા હતો કે સંતોષી વસાહતમાં આવેલા બળીયાદેવના મંદિર પાસે કચરો નાખવા બાબતે હબીબ પાર્કમાં રહેતા એક વ્યક્તિને કહેવા જતા તેઓ અચાનક ઉશ્કેરાયા હતા અને તેમના બે દીકરા તથા અન્ય બે જણા એમ પાંચ જણાએ સાથે મળી કચરો નાખવા બાબતે ટોકવા આવેલા વ્યક્તિને અપશબ્દો બોલી તેની સાથે ઝઘડો કર્યો હતો જેમાં સાહિલ તથા ગુલામ નામના વ્યક્તિએ તેમની પાસે રહેલી તીક્ષણ હથિયાર  વડે હુમલો કરતા એકને હાથના ભાગે ઘા જીકાયો હતો જ્યારે વચ્ચે છોડાવવા પડેલા વ્યકિતને પણ દાઢીના ભાગે તથા અન્ય એકને કપાળના ભાગે ઇજા થઈ હતી. ઈજા ગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પંથકમાં વાતાવરણ ડહોળાઈ તે પહેલા જ પોલીસને જાણ કરવામાં આવી હતી
નજીવી બાબતે થયેલી બબાલે મોટુ સ્વરૂપ લેતા  પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે પણ સમગ્ર દિશામાં તપાસ કરી ઇજાગ્રસ્તોની ફરિયાદ લેવા સિવિલ હોસ્પિટલ પર લેવા પહોંચી હતી અને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોટી માત્રામાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો અને અંતે પોલીસે હુમલો કરનારા આરોપીઓની ધરપકડ કરી રાઇટીંગ સહિત ipcની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. 
આ પણ વાંચોઃ દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે આખરે ભરૂચ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
attackBharuchGujaratFirstInjuredmattergarbagePeoplesharpweapon
Next Article