Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડોદરામાં નારી સંરક્ષણ ગૃહની છત કૂદી બાંગ્લાદેશી યુવતીઓ સહિત 3 યુવતી ફરાર

વડોદરા રેલવે પોલીસે હાવડા એકસપ્રેસ ટ્રેનમાંથી બે બાંગ્લાદેશી યુવતી સહિત ત્રણ યુવતી અને એક યુવકને ઝડપી લીધા બાદ ત્રણેયને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઇ હતી. જો કે રાતના સમયે આ ત્રણેય યુવતીઓ નારી સંરક્ષણ ગૃહની છત કૂદીને ફરાર થઇ ગઇ હતી. પોલીસને આ મામલે જાણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને  ત્રણેયની શોધખોળ શરુ કરી હતી. સમગ્ર મામલાના સીસી ટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. યુવતીઓ પાસેàª
વડોદરામાં નારી સંરક્ષણ ગૃહની છત કૂદી બાંગ્લાદેશી યુવતીઓ સહિત 3 યુવતી ફરાર
Advertisement
વડોદરા રેલવે પોલીસે હાવડા એકસપ્રેસ ટ્રેનમાંથી બે બાંગ્લાદેશી યુવતી સહિત ત્રણ યુવતી અને એક યુવકને ઝડપી લીધા બાદ ત્રણેયને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઇ હતી. જો કે રાતના સમયે આ ત્રણેય યુવતીઓ નારી સંરક્ષણ ગૃહની છત કૂદીને ફરાર થઇ ગઇ હતી. પોલીસને આ મામલે જાણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને  ત્રણેયની શોધખોળ શરુ કરી હતી. સમગ્ર મામલાના સીસી ટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. 
યુવતીઓ પાસેથી બોગસ આધાર કાર્ડ મળ્યા હતા
રેલવે પોલીસે બાતમીના આધારે હાવડા એકસપ્રેસ ટ્રેનમાંથી ત્રણ યુવતી અને એક યુવક શંકાસ્પદ રીતે ઝડપી લીધા હતા. પોલીસે તપાસ કરતાં બહાર આવ્યું હતું કે ઝડપાયેલી બે યુવતી બાંગ્લાદેશની છે જયારે એક કોલકાતાની હતી. તેમની સાથે રહેલો યુવક પશ્ચિમ બંગાળનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં તમામની પાસેથી ભરૂચના આધારકાર્ડ મળ્યા હતા અને તમામ આધાર કાર્ડ બોગસ હોવાનું જણાયુ હતું જેથી પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. ત્રણેય યુવતીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. બે બાંગ્લાદેશી યુવતીઓ પાસેથી પાસપોર્ટ કે વિઝા પણ મળ્યા નથી. તપાસમાં ખુલ્યું હતું કે યુવકે કોલકાતાના મામા નામની વ્યક્તિ પાસે આધારકાર્ડ બનાવડાવ્યા હતા. તમામ કોલકાતાથી ભરૂચ જતા હતા. સમગ્ર મામલે દેશની વિવિધ તપાસ એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.

સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ 
દરમિયાન, પોલીસે ત્રણેય યુવતીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી., જયાં સોમવારે રાતના સમયે ફાયદો ઉઠાવીને ત્રણેય યુવતીઓ નારી સંરક્ષણ ગૃહની છત કુદીને ફરાર થઇ ગઇ હતી. પોલીસે સીસી ટીવી ચેક કરતાં ત્રણેય યુવતી છત પરથી ફરાર થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્રણેયની શોધખોળ આદરી હતી. દેશની સર્વોચ્ચ એજન્સીઓ તપાસ કરે એ પેહલા યુવતીઓ ફરાર થતા મામલો ગંભીર બન્યો હતો. 
Tags :
Advertisement

.

×