ધોલાઈ બંદરની 300 બોટ પોષણક્ષણ ભાવો ન મળતા બંદરે લાંગરી દેવાઈ, સાગરખેડુ પરીવારોની હાલત દયનીય બની
ધોલાઈ બંદરે થી મચ્છીમારી કરતી ૩૦૦ બોટો અને મુંબઈ ભાઉચા ધક્કા ઉપર નવસારી -વલસાડ જિલ્લાની ૭૦૦ મળી કુલ ૧ હજાર જેટલી બોટોએ મંગળવારે મચ્છીમારી બંધ કરી દીધી હતી. જેના કારણમાં ડીઝલ સબસીડી અને પોષણક્ષણ ભાવોનો અભાવ હોવાનું સાગરખેડુઓ જણાવી રહ્યા છે. ભરસિઝન માં ધંધો ઠપ્પ થતા અનેક પરીવારો દયનીય સ્થિતિ માં મુકાવાની નોબત આવી છે.પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની ફરીયાદ ગણદેવી તાલુકાના ધોલાઈ બંદર અà
Advertisement
ધોલાઈ બંદરે થી મચ્છીમારી કરતી ૩૦૦ બોટો અને મુંબઈ ભાઉચા ધક્કા ઉપર નવસારી -વલસાડ જિલ્લાની ૭૦૦ મળી કુલ ૧ હજાર જેટલી બોટોએ મંગળવારે મચ્છીમારી બંધ કરી દીધી હતી. જેના કારણમાં ડીઝલ સબસીડી અને પોષણક્ષણ ભાવોનો અભાવ હોવાનું સાગરખેડુઓ જણાવી રહ્યા છે. ભરસિઝન માં ધંધો ઠપ્પ થતા અનેક પરીવારો દયનીય સ્થિતિ માં મુકાવાની નોબત આવી છે.
પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની ફરીયાદ
ગણદેવી તાલુકાના ધોલાઈ બંદર અને મુંબઈનાં ભાઉચા ધક્કા ઉપર થી ૧ હજાર જેટલી બોટો મચ્છીમારી કરવા દરિયા ખેડે છે.તેમણે મંગળવારે પોતાની બોટો લાંગરી ધંધો આટોપી લીધો છે. જેના કારણમાં ડીઝલના ઊંચા ભાવો અને સપ્લાયર્સ પાસેથી પોષણક્ષણ ભાવો ન મળવાથી મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. તદઉપરાંત દરીયામાં દૂર દૂર સુધી મચ્છી પણ મળતી નથી. પરીણામે ભર સિઝન માં ધંધો સમેટી લેવા ની નોબત આવી છે. ધોલાઈ બંદરે હાલ ત્રણસો બોટો સક્રીય રીતે ધંધો કરે છે. જેમાં પ્રતિ બોટ ૧૨ ખલાસી લેખે ૩૬૦૦ પરીવાર અને મુંબઈ ભાઉચા ધક્કા ઉપર દક્ષિણ ગુજરાત ની ૭૦૦ બોટ બંધ થતાં ૮૫૦૦ પરીવારને સીધી અસર વર્તાશે. ખેતી બાદ સૌથી મોટો મચ્છીમારીનો વ્યવસાય મૃતપ્રાય સ્થિતિમાં મુકાયો છે. નવસારી-વલસાડ જિલ્લાની ફિસિંગ બોટમાં નવ મહિનામાં ડીઝલ વપરાશ અંદાજીત ૩૦ કરોડ લીટર એટલે કેરૂ.૩ અબજનું ડીઝલ વપરાશ છે. તેમ છતાં સબસીડીના વર્ષો જુના પ્રશ્ન અંગે સમાધાન થતું નથી. વૈશ્વિક કોરોના, કુદરતી આપતિ, વાવાઝોડા, યુક્રેન રશિયા યુદ્ધ જેવા પરીબળોને કારણે માછીમારો આર્થિક નુક્શાનીમાં મુકાયા છે. માછીમારો પોતાની બોટ વેચવા મજબુર બન્યા છે.
સરકાર ડીઝલ પર સબસીડી આપે તેવી માંગ
આ અંગે માછીમારો એ જણાવ્યું છે કે 20 વર્ષ પહેલા જે ભાવ મચ્છીનો વેપારી દ્વારા મળતો હતો એજ ભાવ આજે પણ મળે છે એની સામે ડીઝલના તેમજ અન્ય ભાવમાં વધારો થયો છે માટે ડીઝલ પર સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે તો મછીમારી કરવાનું પોષાય તેમ છે.વધુમાં 15 દિવસ માછીમારીમા અંદાજીત 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે જેની સામે માત્ર 2 લાખ રૂપિયાની જ મચ્છી મળે એમ છે.સાથેજ માણસોનો પગાર જે પહેલા હતો એનાથી હવે વધારે ચૂકવવા પડે છે માટે હવે ડીઝલ પર સબસીડી તેમજ મચ્છીનો પોષણક્ષમ ભાવ મળે એ જરૂરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


