Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યમાં આજે કોરોનાના નવા 37 કેસ, અમદાવાદના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

છેલ્લા થોડા સમયથી લોકો જાણે કે કોરોના વાયરરસને સંપૂર્ણ ભૂલી ગયા છે. તકોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણ રીતે ઓસર્યા બાદ તંત્ર તથા લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો. ગુજરાત સહિત લગભગ દેશ આખામાં તમામ પ્રકારના કોરોના પ્રતિબંધો પણ દૂર કરવામાં આવ્યા છે. જે લાગુ છે તેમાં પણ ઘણી હળવાશ છે. જો કે હવે ફરી એક વખત કોરોનાને લઇને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના 37 નવા કેસ નોંધાયા છે. આ à
રાજ્યમાં આજે કોરોનાના નવા 37 કેસ  અમદાવાદના nid કેમ્પસમાં કોરોના વિસ્ફોટ  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
Advertisement
છેલ્લા થોડા સમયથી લોકો જાણે કે કોરોના વાયરરસને સંપૂર્ણ ભૂલી ગયા છે. તકોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણ રીતે ઓસર્યા બાદ તંત્ર તથા લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો. ગુજરાત સહિત લગભગ દેશ આખામાં તમામ પ્રકારના કોરોના પ્રતિબંધો પણ દૂર કરવામાં આવ્યા છે. જે લાગુ છે તેમાં પણ ઘણી હળવાશ છે. જો કે હવે ફરી એક વખત કોરોનાને લઇને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના 37 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ઘણા લાંબા સમય બાદ આજે શહેરમાં એક  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
37માંથી 34 કેસ એકલા અમદાવાદમાં
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં જે કોરોના વાયરસના કુલ 37 કેસ નોંધાયા છે, તેમાંથી 34 કેસ તો એકલા અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ, વડોદરામાં 1 કેસ અને જામનગરમાં પણ 1 કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે એટલે કે શનિવારે રાજ્યમાં કોરોના વાયરસના 27 કેસ નોંધાયા હતા. તેમાં પણ સૌથી વધારે 13 કેસ તો એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. તો આ તરફ રાજ્યમાં જો કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં આજે 15 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યારે રાજ્યમાં 147 એક્ટિવ કેસ છે.
અમદાવાદના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ
અમદાવાદમાં રાજ્યના 90 ટકા કરતા પણ વધારે નવા કેસ નોંધાઇ રહ્યા છે, તે ચિંતાજનક બાબત તો છે જ. સાથે સાથે શહેરની એક શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટ થયો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા  NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થયો છે. જેના પગલે તેને માઇક્રો કંટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય બાદ શહેરમાં નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવી છે.
પાલડીમાં આવેલા NID કેમ્પસની ન્યુ બોય્ઝ હોસ્ટેલને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. જ્યાં છેલ્લા બે દિવસમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે, તેમાંથી કટેલાક વિદેશી પણ છે. તંત્ર દ્વારા આ વિદેશી વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે માહિતી મેળવાઇ રહી છે. સાથે જ જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ થયા છે તે તમામને આઇસોલેટ કરવામાં આવ્યા છે.
Tags :
Advertisement

.

×