Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરનાળી તીર્થધામ ખાતે વન્યજીવોનો વેપાર કરતાં દુકાનદારો ઝડપાયા

ડભોઇ તાલુકામાં કરનાળી પ્રસિદ્ધ તીર્થધામ છે. જ્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભારે ભક્તિભાવ સાથે ભગવાનના દર્શન અર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓ પાસેથી મોટો નફો કમાઈ લેવાની લાલચમાં કેટલાક દુકાનદારો વન્યજીવો અને દરિયાઈ જીવોનો વેપાર કરતા હોવાની વન વિભાગને ચોક્કસ બાતમીદારો પાસેથી બાતમી મળી હતી. વન વિભાગની ટીમના કરનાળી ખાતે દરોડાવન વિભાગને મળેલ માહિતીના આધારે G.S.P.C અને વાઇલ્ડ લાઇફ ક્à
કરનાળી તીર્થધામ ખાતે વન્યજીવોનો વેપાર કરતાં દુકાનદારો ઝડપાયા
Advertisement
ડભોઇ તાલુકામાં કરનાળી પ્રસિદ્ધ તીર્થધામ છે. જ્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભારે ભક્તિભાવ સાથે ભગવાનના દર્શન અર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓ પાસેથી મોટો નફો કમાઈ લેવાની લાલચમાં કેટલાક દુકાનદારો વન્યજીવો અને દરિયાઈ જીવોનો વેપાર કરતા હોવાની વન વિભાગને ચોક્કસ બાતમીદારો પાસેથી બાતમી મળી હતી. 
વન વિભાગની ટીમના કરનાળી ખાતે દરોડા
વન વિભાગને મળેલ માહિતીના આધારે G.S.P.C અને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરોના સંયુક્ત ઓપરેશનમાં ડભોઇના કરનાળી ધામ ખાતે આવેલી દુકાનો માલિકો  શ્રી સાઈ કૃપા,૨. શ્રી રેવા રત્ન ભંડાર, ૩. શિવ શક્તિ ભંડાર જેવી દુકાનોમાં વન વિભાગની વડોદરા, જાંબુઘોડા શિવરાજપુરની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આ દુકાનોમાંથી મોટી માત્રામાં આવા વન્ય જીવોના અને દરિયાઈ જીવોના અવશેષો મળી આવ્યા હતા.
વન વિભાગની ટીમે મોટો જથ્થો કબજે કર્યો
1. 68 નંગ ઇન્દ્રજાળ
2. 15 નંગ હાથા જોડી
3. 31 નંગ શિયાળ સીમડી
4. 2 નંગ પાણીમાં રહેતા કાચબા
5. 37 નંગ મોટા શંખ
6. 34 નંગ નાના શંખ
અને બીજી નાના - મોટા દરિયાઈ અને વન્યજીવોની અવશેષો પણ મળી આવ્યા હતા જે વન વિભાગની ટીમે મુુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દરોડામાં મહિલા સહિત ચાર આરોપી ઝડપાયા
વન વિભાગના આ દરોડામાં
૧. કપિલાબેન નગીનદાસ ચૌહાણ ૨. પિયુષભાઈ રજનીકાંત ઉપાધ્યાય ૩. રમેશભાઈ માધુભાઈ હીરકરા ૪. નિલેન્દ્રભાઈ રમેશભાઈ તિવારી સહિત ચાર આરોપીને ઝડપી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેઓના રિમાન્ડ મેળવી આગળની કાનૂની તપાસ હાથ ધરવા માટે આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડભોઇ તાલુકામાંથી આવો ગોરખ ધંધો કરતા વેપારીઓ ઝડપાતા ફફડાટ
ચોક્કસ બાતમીના આધારે G.S.P.Cના વડા રાજ ભાવસાર સહિતની ટીમ, વાઈલ્ડ લાઈફ ક્રાઇમ બ્યુરોની ટીમ, જાંબુઘોડાના આર.એફ.ઓ.કુંવાર સાહેબની ટીમ, શિવરાજપુરના આર.એફ.ઓ. એમ.એમ. તબિયારની ટીમ સહિતના અધિકારીઓએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. જેના પરિણામે વન્યજીવોને દરિયાઈ જીવોનો વેપાર કરતા તત્વોમાં મોટો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સ્થાનિક કક્ષાએ ચર્ચાઓ ચાલી રહી છે કે, ડભોઈ તાલુકામાં આવાં વન્ય જીવોના વેપારના ગોરખધંધા મોટા પાયે ચાલી રહયાં છે. જો સ્થાનિક વન વિભાગના અધિકારીઓ વધુ કડકાઈથી ઉંડાણપૂર્વક તટસ્થતાથી તપાસ હાથ ધરે તો બીજા આવા ગોરખધંધા કરતાં તત્વોને ઝડપી શકાય.
Tags :
Advertisement

.

×