Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય સેના માટે 4000 કરોડના સેટેલાઇટ પ્રસ્તાવને મંજૂરી, ચીન અને પાકિસ્તાન સરહદે બાજ નજર રખાશે

રક્ષા મંત્રાલય દ્વારા મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ભારતીય સેના માટેના 4000 કરોડના એક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ ચીન અને પાકિસ્તાન સરહદે ગતિવિધિઓ પર નજર રાખવા માટે સમર્પિત ઉપગ્રહનો છે. આ ઉપગ્રહ વડે ભારતીય સેનાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. મંગળવારે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ઉપગ્રહના પ્રસ્તાવને મંજૂરી આપવાà
ભારતીય સેના માટે 4000 કરોડના સેટેલાઇટ પ્રસ્તાવને મંજૂરી  ચીન અને પાકિસ્તાન સરહદે બાજ નજર રખાશે
Advertisement
રક્ષા મંત્રાલય દ્વારા મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ભારતીય સેના માટેના 4000 કરોડના એક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ ચીન અને પાકિસ્તાન સરહદે ગતિવિધિઓ પર નજર રાખવા માટે સમર્પિત ઉપગ્રહનો છે. આ ઉપગ્રહ વડે ભારતીય સેનાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. મંગળવારે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ઉપગ્રહના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
ISRO સાથે મળીને કામ કરવામાં આવશે
આ બેઠકમાં ભારતીય સેના માટે સમર્પિત મેડ ઈન ઈન્ડિયા સેટેલાઈટના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપગ્રહ સરહદી વિસ્તારોમાં સેનાની સર્વેલાન્સ ક્ષમતાને વધુ મજબૂત કરશે. આ ઉપગ્રહની મદદથી સેના સરહદ પર થતી નાનામાં નાની હીલચાલ પર નજર રાખી શકશે. સૂત્રોએ જણાવ્યું કે સેટેલાઇટ GSAT 7B માટેના પ્રોજેક્ટ પર ISRO (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા) સાથે મળીને કામ કરવામાં આવશે.
ભારતીય સેના મજબૂત થશે
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના અને નૌસેના પાસે પહેલેથી જ પોતાના સમર્પિત ઉપગ્રહો છે. ત્યારે હવે આ પ્રસ્તાવને મંજૂરી બાદ ભઆરતીય સેનાને પણ પોતાનો ઉપગ્રહ મળશે. ખાસ રીને છેલ્લા એક વર્ષમાં ચીન સાથે સરહદ પર જે તણાવ અને ઘર્ષણ વધ્યું છે તેને જોતા આ ઘણો મહત્વપપૂર્ણ નિર્ણય છે. એપ્રિલ-મે 2020 દરમિયાન ચીન સાથેના સૈન્ય અવરોધ પછી ભારતીય સેના ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર અત્યંત સતર્ક છે.
ભારતીય સેના પોતાના સર્વેલન્સ સાધનોને મજબૂત કરવાની સાથે, સેના ક્ષમતાઓને અપગ્રેડ કરવાની દિશામાં કામ કરી રહી છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે ISRO દ્વારા બનાવવામાં આવનાર ઉપગ્રહ દેશમાં સ્વદેશી ઉદ્યોગોના વિકાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પણ મદદ કરશે.
Tags :
Advertisement

.

×