શેરબજારમાં તેજી સાથે ટ્રેડિંગની શરૂઆત, સેન્સેક્સ 60,786ની સપાટી પર
સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ ભારતીય શેરબજારમાં તેજી સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ છે. અમેરિકી શેરબજાર ઉછાળા સાથે બંધ થવાથી અને એશિયન શેરબજારોમાં ઉછાળાને કારણે ભારતીય શેરબજારમાં લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ થયું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 60,786ની સપાટી પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટ વધીને 18080ની સપાટી પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. àª
Advertisement
સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ ભારતીય શેરબજારમાં તેજી સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ છે. અમેરિકી શેરબજાર ઉછાળા સાથે બંધ થવાથી અને એશિયન શેરબજારોમાં ઉછાળાને કારણે ભારતીય શેરબજારમાં લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ થયું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 60,786ની સપાટી પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટ વધીને 18080ની સપાટી પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યા બાદ પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 109 અને નિફ્ટી 26 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 43 શેર લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 7 શેરો જ ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીની વાત કરીએ તો 96 પોઈન્ટના ઉછાળા સાથે તે 38,731ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.
નિફ્ટીના વધતા શેરો પર નજર કરીએ તો M&M 1.64 ટકા, સન ફાર્મા 1.47 ટકા, મારુતિ 1.35 ટકા, TCS 1.07 ટકા, પાવર ગ્રીડ 0.95 ટકા, ડૉ. રેડ્ડી 0.95 ટકા, NTPC 0.87 ટકા, ટેક મહિન્દ્રા 18 ટકા અને . HUL 0.72 ટકાના ઉછાળા સાથે ટ્રેડિંગ કરી રહ્યો છે.


