Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિધાનસભાની ચૂંટણી ટાણે જ ૫૦૦ ખેડૂતો ભરૂચ કલેકટર કચેરી ગજવશે..

ભરૂચના (Bhruch)પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોમાં પણ ૫ ટીપી સ્કીમ લાગુ કરવાના નિર્ણય સામે ખેડૂતો લાલઘુમ બન્યા છે. વહીવટી તંત્રએ ખેડૂતોને અંધારામાં રાખી ટીપી સ્કીમની રૂપરેખા ઘડી હોવાના આક્ષેપમાં હવે ખેડૂતોએ પણ પોતાની મહામૂલી જમીન બચાવવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે અને ખેડૂતોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી ન્યાયિક લડાઈ સાથે આગામી દિવસોની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાàª
વિધાનસભાની ચૂંટણી ટાણે જ ૫૦૦ ખેડૂતો ભરૂચ કલેકટર કચેરી ગજવશે
Advertisement
ભરૂચના (Bhruch)પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોમાં પણ ૫ ટીપી સ્કીમ લાગુ કરવાના નિર્ણય સામે ખેડૂતો લાલઘુમ બન્યા છે. વહીવટી તંત્રએ ખેડૂતોને અંધારામાં રાખી ટીપી સ્કીમની રૂપરેખા ઘડી હોવાના આક્ષેપમાં હવે ખેડૂતોએ પણ પોતાની મહામૂલી જમીન બચાવવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે અને ખેડૂતોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી ન્યાયિક લડાઈ સાથે આગામી દિવસોની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો હુંકાર કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણેજ અનેક સંગઠનોએ પડતર માંગણીઓને લઈ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા વિધાનસભાની ચૂંટણી ટાણે જ વહીવટી તંત્ર દ્વારા પાંચ ટીપી સ્કીમ પૂર્વ પટ્ટી વિસ્તારમાં લાગુ કરવાના નિર્ણય સામે ખેડૂતો સાથે સંવાદ યોજ્યો હતો. પરંતુ સંવાદમાં ગણ્યા ગાંઠિયા ખેડૂતોને જ આમંત્રણ આપવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોની મહામૂલી જમીન પચાવી પાડવાના આક્ષેપમાં હવે ખેડૂતો લાલઘુમ બન્યા છે. સરકારની પ ટીપી સ્કીમનો વિરોધનો વંટોળ ઊભો થયો છે. 
જેમાં સૌપ્રથમ ખેડૂતોએ એક મંચ ઉપર મીટીંગ યોજી હતી ટીપી સ્કીમા ખેડૂતોની ૪૦ થી ૬૦ ટકા જમીન વિના મૂલ્ય સરકારને પધરાવી દેવાના પ્રકરણમાં ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન બચાવવા માટે આંદોલનની રણનીતિ નક્કી કરી નાખી છે. જેના ભાગરૂપે રવિવારના દિવસે તવરા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં ખેડૂતોની એક મીટીંગ મળી હતી જેમાં ખેડૂતોએ તારીખ ૧૭/૧૦/૨૦૨૨ ના રોજ પૂર્વ પટ્ટીના તમામ ગામના ખેડૂતો તથા આજુબાજુના ૨૫ થી વધુ ગામના ખેડૂતો મળી ૫૦૦થી વધુ ખેડૂતો બાઇક રેલી સાથે ભરૂચ કલેકટર કચેરી પહોંચશે અને ખેડૂતોની વિવિધ માંગણીઓ મુદ્દે તેમજ ટીપી સ્કીમ રદ કરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી આગામી દિવસોની આંદોલનની રણનીતિનો પ્રારંભ કરનાર હોવાની ચીમકી ખેડૂતોની યોજાયેલી મિટિંગમાં આપી દીધી છે.
આંદોલનમાં કયા કયા ગામના ખેડૂતો જોડાશે..
પૂર્વપટ્ટીમાં પાંચ ટીપી સ્કીમ સામે ખેડૂતો લાલઘુમ બન્યા છે ત્યારે પૂર્વપટ્ટી વિસ્તારના મકતમપુર ઝાડેશ્વર નવા તવરા જુના તવરા શુકલતીર્થ બોલાવ હલદરવા વડદલા વગુસણા સહિત ૨૫થી વધુ ગામના ૫૦૦થી વધુ ખેડૂતો ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી લેખિત આવેદનપત્ર પાઠવશે.
સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા માટે ખેડૂતોએ પ લાખનું ફંડ પણ એકત્ર કર્યું..
તવરા ગામે ખેડૂતોની યોજાયેલી મિટિંગમાં તંત્ર અને સરકાર સામે ખેડૂતોએ બાયો ચડાવી છે અને ટીપી સ્કીમ સામે વિરોધ નોંધાવા સાથે પોતાની જમીન બચાવવા માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના મૂડમાં આવી ગયા છે જેના ભાગરૂપે વિવિધ ખેડૂતોએ પોતાની મરજી મુજબનો ફાળો નોંધાયો છે જેમાં પ્રથમ મિટિંગમાં જ પાંચ લાખનો ફંડ એકત્ર કરી પોતાની જમીન બચાવવા માટે સૌપ્રથમ હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરનાર હોવાનું ખેડૂતોના પ્રમુખે જણાવ્યું હતું..
ઉમેદવારના જીવમાં જીવ આવ્યો હતો અને પૂર્વપટ્ટી વિસ્તારના મતદારોની મત પેટીઓના કારણે ઉમેદવારની જીત થઈ હતી ત્યારે વિધાનસભાની ચૂંટણી ટાણે જ આ વિસ્તારના ખેડૂતો નારાજ થતા રાજકારણીઓમાં કુતૂહલ સર્જાઇ રહ્યું છે
Tags :
Advertisement

.

×