દક્ષિણ ઈરાનમાં અનુભવાયો 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 3 લોકોના મોત
શનિવારે વહેલી સવારે દક્ષિણ ઈરાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપના કારણે અહીં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, આજે સવારે 3 વાગ્યે દક્ષિણ ઈરાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.આજે સવારે દક્ષિણ ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાજ્ય સમાચાર એજન્સી IRNA એ અહેવાલ આપ્યો છે કે, શનિવારે વહેલી સવારે દક્ષિણ ઈરાનમાં આવેલા ભà
Advertisement
શનિવારે વહેલી સવારે દક્ષિણ ઈરાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપના કારણે અહીં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, આજે સવારે 3 વાગ્યે દક્ષિણ ઈરાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આજે સવારે દક્ષિણ ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાજ્ય સમાચાર એજન્સી IRNA એ અહેવાલ આપ્યો છે કે, શનિવારે વહેલી સવારે દક્ષિણ ઈરાનમાં આવેલા ભારે ભૂકંપમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને 19 ઘાયલ થયા છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ તેના પ્રારંભિક માપમાં સુધારો કરીને જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે દક્ષિણ ઈરાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાજ્યની ટેલિવિઝન ચેનલે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર રાજધાનીથી લગભગ 1,000 કિમી દક્ષિણે આવેલા સાયેહ ખોશ ગામમાં હતું. ગામની નજીક બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
હોર્મોઝગન પ્રાંતના આ ગામમાં લગભગ 300 લોકો રહે છે. ઈરાનના ગલ્ફ કોસ્ટ પરના હોર્મોઝગાન પ્રાંતમાં ઈમરજન્સી મેનેજમેન્ટના ચીફ મહર્દાદ હસનઝાદેહે જણાવ્યું હતું કે, ભૂકંપથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. ભૂકંપના જોરદાર આંચકા બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. લોકો ઘરોની બહાર આવી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પછી પણ હળવા આંચકા અનુભવાયા હતા. આના કારણે ઘણી ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું.
Advertisement


