જોધપુર નજીક બોલેરો ટ્રકમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત, 6ના મોત
રાજસ્થાનના જોધપુર જયપુરહાઇવે પર બિલાડા ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનના ચુરુનો પરિવાર નાગણા વિસ્તારમાં માતાજીના મંદિરે દર્શન કરવા જઇ રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોધપુર નજીક બિલાડા પાસે ગુરુવારે મોà
Advertisement
રાજસ્થાનના જોધપુર જયપુરહાઇવે પર બિલાડા ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનના ચુરુનો પરિવાર નાગણા વિસ્તારમાં માતાજીના મંદિરે દર્શન કરવા જઇ રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોધપુર નજીક બિલાડા પાસે ગુરુવારે મોડી રાત્રે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બોલેરોમાં મુસાફરી કરી રહેલા 9 પૈકી 6 લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં રાત્રે જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જયપુર તરફથી આવી રહેલી બોલેરો જીપ ટ્રકની પાછળ ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિજયસિંહ, ઉદય પ્રતાપસિંહ, મંજુ કુંવર, પ્રવિણસિંહ અને દર્પણ સિંહ તથા મધુકુંવરના મોત થયા હતા જયારે સંજુ કુંવર અને પવનસિંહ અને ચૈન સિંહને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.


