શેરબજારમાં કડાકો, સેન્સેક્સે ગુમાવી 55,00ની સપાટી
આજે શેરબજાર ફરી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે અને વૈશ્વિક સંકેતો નબળા પડવાના કારણે ભારતીય શેરબજારો પણ નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. શેરબજારમાં કડાકા સાથે એશિયન બજારોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. હેંગસેંગ 4 ટકા નીચે છે. યુએસ માર્કેટ પણ ગઈ કાલે ઘટાડા સાથે બંધ થયું હતું.આજના કારોબારમાં સેન્સેક્સ 773.94 પોઈન્ટ્સ એટલેકે 1.39 ટકાના ઘટાડા સાથે 54,928.29ની સપાટી પર ખુલ્યો છે અને તેણે
Advertisement
આજે શેરબજાર ફરી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે અને વૈશ્વિક સંકેતો નબળા પડવાના કારણે ભારતીય શેરબજારો પણ નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. શેરબજારમાં કડાકા સાથે એશિયન બજારોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. હેંગસેંગ 4 ટકા નીચે છે. યુએસ માર્કેટ પણ ગઈ કાલે ઘટાડા સાથે બંધ થયું હતું.
આજના કારોબારમાં સેન્સેક્સ 773.94 પોઈન્ટ્સ એટલેકે 1.39 ટકાના ઘટાડા સાથે 54,928.29ની સપાટી પર ખુલ્યો છે અને તેણે 55,000ની સપાટી ગુમાવી. બીજી તરફ NSEનો નિફ્ટી 267.10 પોઈન્ટ એટલે કે 1.60 ટકાના ઘટાડા સાથે 16,415.55ની સપાટી પર ખુલ્યો છે. નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં જ 16400ની સપાટી ગુમાવી છે.
આજે નિફ્ટીના 50માંથી 50 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બજારમાં ઓલ રાઉન્ડ રેડ માર્ક છે. બેંકિંગ શેરોમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 637.35 અંક એટલે કે 1.81 ટકાના ઘટાડા સાથે 34,595ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેરો લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને 1.5 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. IT, બેન્કિંગ શેરોમાં ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યો છે. રિયલ્ટી શેરોમાં 3 ટકાથી વધુ અને IT શેરોમાં 2.44 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ સ્ટોક 2.3 ટકા ઘટ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર 2.57 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
ટાટા મોટર્સ 4.01 ટકા અને એચસીએલ ટેક 3.87 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વિપ્રો 3.29 ટકા અને યુપીએલ 3.19 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. બજાજ ફિનસર્વ 3.16 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.


