Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છઠ્ઠા નોરતે કરો મા કાત્યાયનીની પૂજા, આવી રીતે પૂજા કરવાથી પ્રસન્ન થશે દેવી

આજે નવરાત્રિનું છઠ્ઠું નોરતુ છે. ત્યારે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયની માતાની પૂજા થાય છે. માતા કાત્યાયનીના સ્વરૂપને કરુણામયી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મા દુર્ગાએ કાત્યાયનીનું સ્વરૂપ પોતાના ભક્તોની તપસ્યાને સફળ બનાવવા માટે લીધું હતું.ધાર્મિક ગ્રંથો અનુસાર, મહર્ષિ કાત્યાયને વર્ષો સુધી માતાની આરાધના કરી હતી. કાત્યાયનની આરાધનાથી પ્રસન્ન
છઠ્ઠા નોરતે કરો મા કાત્યાયનીની પૂજા  આવી રીતે પૂજા કરવાથી પ્રસન્ન થશે દેવી
Advertisement
આજે નવરાત્રિનું છઠ્ઠું નોરતુ છે. ત્યારે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયની માતાની પૂજા થાય છે. માતા કાત્યાયનીના સ્વરૂપને કરુણામયી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મા દુર્ગાએ કાત્યાયનીનું સ્વરૂપ પોતાના ભક્તોની તપસ્યાને સફળ બનાવવા માટે લીધું હતું.
ધાર્મિક ગ્રંથો અનુસાર, મહર્ષિ કાત્યાયને વર્ષો સુધી માતાની આરાધના કરી હતી. કાત્યાયનની આરાધનાથી પ્રસન્ન થઈને માતાએ તેમને પુત્રીના રૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યું હતું. જેના બાદ માતાએ મહર્ષિના ઘરે જન્મ લીધો હતો. મા કાત્યાયનીને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે. 
નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયનીની ઉપાસનાનો દિવસ હોય છે. મા દુર્ગાના આ છઠ્ઠા રૂપની આરાધના કરતા આ શ્લોકનો જાપ કરો.
આ દિવસે જો લાલ કપડા પહેરો, તો બહુ જ શુભ કહેવાશે. આ રંગ સફલતા, ઉત્સાહ, શક્તિ, સૌભાગ્ય તેમજ તાકાતની દર્શાવે છે. જે લોકોને આ રંગ બહુ જ પસંદ હોય છે, તે વિશાળ હૃદયના સ્વામી, ઉદાર ઉત્તમ ગુણવાળા હોય છે. 
Tags :
Advertisement

.

×