79th Independence Day : લાલ કિલ્લાની પ્રાચીરથી PM Modi એ આપ્યું રાષ્ટ્રજોગ સંબોધન
- દિલ્હીના લાલ કિલ્લા પર Independence Day 2025 ની ભવ્ય ઉજવણી કરાઈ
- PM Modi એ 12મી વખત લાલ કિલ્લા પરથી કર્યુ સૂચક સંબોધન
- Independence Day 2025 પર પોતાના સંબોધનમાં PM Modi એ મહત્વના વિષયને આવરી લીધા
79th Independence Day : દિલ્હીના લાલ કિલ્લા પર Independence Day 2025 ની ભવ્ય ઉજવણી કરાઈ. વડાપ્રધાન મોદીએ 12મી વખત લાલ કિલ્લા પરથી સૂચક સંબોધન કર્યુ. વડાપ્રધાને મહત્વના વિષયને આવરી લીધા. વડાપ્રધાને યુવાનો માટે નવી યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે ભારતના યુવાનો માટે આ યોજનાનું કદ 1 લાખ કરોડ રુપિયાથી વધુનું છે.
સરકાર ફક્ત ફાઈલો પૂરતી સીમિત ન રહેવી જોઈએ - PM Modi
મારો પ્રયાસ રહ્યો છે કે સરકાર ફક્ત ફાઈલો સુધી સીમિત ન રહે. સરકાર દેશના નાગરિકોના જીવનમાં હાજર રહે. સરકારો દલિત, પીડિત, શોષિત અને વંચિતો માટે સક્રિય અને લોકોલક્ષી હોવી જોઈએ. અમે સતત તે દિશામાં કામ કરી રહ્યા છીએ. સરકારી યોજનાઓ સમાજના દરેક મહત્વપૂર્ણ વ્યક્તિ માટે ઉપલબ્ધ હોવી જોઈએ. જો કોઈ ખરેખર સામાજિક ન્યાય માટે હકદાર છે, તો અમે ખાતરી કરવા માટે કામ કરી રહ્યા છીએ કે તેને જે લાયક છે તે મળે.


