રશિયાએ યુક્રેનના આ શહેર પર વરસાવી એકસાથે 8 મિસાઈલ, હુમલામાં ઝેલેન્સ્કી એરપોર્ટ સંપૂર્ણ રીતે તબાહ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 11
દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેના યુક્રેનના
શહેરો પર તૂટી પડી છે. રશિયન સેનાના બોમ્બ અને મિસાઇલો યુક્રેનના શહેરો પર તબાહી
મચાવી રહી છે. રશિયાએ યુક્રેનના શહેરો પર હુમલા તેજ કર્યા છે. રવિવારે રશિયન દળોએ યુક્રેનિયન શહેર વિનિત્સિયા
પર બોમ્બમારો કર્યો અને મિસાઇલો છોડી. રશિયન સેનાએ વિનિસ્તિયા શહેર પર આઠ મિસાઇલો
છોડી હતી. રશિયાના મિસાઈલ હુમલામાં યુક્રેનનું વિનિસ્તિયા શહેર તબાહ થઈ ગયું છે.
વિનિસ્તિયા શહેર પર રશિયન મિસાઈલ હુમલામાં શહેરનું એરપોર્ટ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ
ગયું છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ વિનિત્સિયા શહેરમાં ભારે વિનાશ
થયાની પુષ્ટિ કરી છે.
યુક્રેનના વિદેશ પ્રધાન કુલેબાએ કહ્યું છે કે રશિયન દળોએ વિનિત્સિયા
શહેર પર આઠ ક્રુઝ મિસાઇલો છોડી હતી. તો બીજી તરફ વિદેશ પ્રધાને રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિન પર નિશાન સાધ્યું હતું. યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે
પુતિને કાયર અને બર્બરતા પુર્વક મિસાઈલ હુમલાઓ કરી રહ્યા છે અને નાગરિકો પર બોમ્બ ધડાકા હજુ પણ ચાલુ
છે. કુલેબાએ વિશ્વના દેશોને પણ અપીલ કરી છે જેમાં નો ફ્લાય ઝોન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું
કે નો ફ્લાયય ઝોન જાહેર કરવામાં આવે અને લોકોના જીવ બચાવવા માટે અમને મદદ કરવામાં
આવે. તેણે યુક્રેનને એર અને મિસાઈલ ડિફેન્સ, ફાઈટર એરક્રાફ્ટ આપવાની માંગ કરી અને કહ્યું કે રશિયન આતંકને રોકવો
જોઈએ. ઉલ્લેખનીય છે કે રશિયન સેનાએ યુક્રેનના ઇરપિન શહેરમાં પણ બોમ્બમારો કર્યો છે. ઇરપિન
શહેરમાં રશિયા અને યુક્રેનની સેનાઓ સામસામે છે. રશિયન સેના દ્વારા ઇરપિન શહેર પર
બોમ્બમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ છે.


