જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં 827.98 કરોડનું બજેટ બહુમતીથી મંજુર
જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની બેઠક મળી, વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્ર માટે જનરલ બોર્ડની બેઠક મળી, વિપક્ષે બજેટ બોર્ડમાં વિરોધ વ્યક્ત કર્યો જ્યારે સત્તાપક્ષે બહુમતિના જોરે બજેટ મંજૂર કર્યું હતું. બજેટ બોર્ડમાં કમિશનરની ગેરહાજરીનો પણ વિપક્ષે વિરોધ કર્યો અને કમિશનરની ગેરહાજરી વિપક્ષે અયોગ્ય ગણાવી હતી, કમિશનર દ્વારા વિવિધ કરવેરામાં વધારા સાથેનું બજેટ સ્થાયી સમિતિને સૂચવવામાં આવ્યુàª
Advertisement
જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની બેઠક મળી, વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્ર માટે જનરલ બોર્ડની બેઠક મળી, વિપક્ષે બજેટ બોર્ડમાં વિરોધ વ્યક્ત કર્યો જ્યારે સત્તાપક્ષે બહુમતિના જોરે બજેટ મંજૂર કર્યું હતું. બજેટ બોર્ડમાં કમિશનરની ગેરહાજરીનો પણ વિપક્ષે વિરોધ કર્યો અને કમિશનરની ગેરહાજરી વિપક્ષે અયોગ્ય ગણાવી હતી, કમિશનર દ્વારા વિવિધ કરવેરામાં વધારા સાથેનું બજેટ સ્થાયી સમિતિને સૂચવવામાં આવ્યું હતું, સ્થાયી સમિતિએ બજેટમાં 33 કરોડના કમિશનરે સૂચવેલા વધારામાં સુધારો કરી 17 કરોડનો કર્યો હતો, સ્થાયી સમિતિમાં મંજૂર થયેલું બજેટ મેયરને સોંપવામાં આવ્યું હતું અને આજે મેયર દ્વારા અંદાજપત્ર જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું જે 827.98 કરોડનું બજેટ બહુમતીથી મંજૂર થયું હતું
જુનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરે વેરા વધારા સાથેનું વર્ષ 2023-24 નું બજેટ સ્ટેન્ડિંગ કમિટી ને સોંપ્યું હતું સ્ટેન્ડિંગ કમિટીએ વેરા વધારામાં થોડો સુધારો કરીને જનરલ બોર્ડ તરફ બજેટ મોકલ્યું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર દ્વારા વિવિધ કરવેરામાં વધારા સાથેનું વર્ષ 2023-24 નું અંદાજપત્ર સ્થાયી સમિતિને સૂચવવામાં આવ્યા બાદ સ્થાયી સમિતિએ બજેટમાં 33 કરોડના કમિશનરે સૂચવેલા વધારામાં સુધારો કરીને 17 કરોડનો વધારો મંજૂર કર્યો હતો અને સ્થાયી સમિતિમાં મંજૂર થયેલું બજેટ મેયરને સોંપવામાં આવ્યા બાદ આજે જનરલ બોર્ડમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ બજેટમાં કોમર્શિયલ મિલકત, સેનિટેશન અને સ્ટ્રીટ લાઈટના વેરામાં વધારો કરવામાં આવ્યો છે અન્ય કોઈ વધારા કરવામાં આવ્યા નથી. પરંતુ વિપક્ષ દ્વારા વેરા વધારાનો વિરોધ કરવામાં આવ્યો, વિપક્ષના મતે સુવિધઆનો અભાવ છે તેવામાં કરવેરામાં વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી, આજની જનરલ બોર્ડમાં કમિશ્નર ગેરહાજર હતા, જેનો પણ વિપક્ષે વિરોધ વ્યક્ત કર્યો અને કમિશ્નરની ગેરહાજરીને અયોગ્ય ગણાવી હતી, વિપક્ષે બજેટને પ્રજાને પડ્યા પર પાટુ સમાન ગણાવ્યું હતું જ્યારે શાસક પક્ષના મતે કોઈપણ જાતના વેરા વધારા વગરનું અને પ્રજાલક્ષી બજેટ હોવાનું જણાવાયું હતું.
જૂનાગઢ મનપાના આગામી બજેટમાં કરેલી જોગવાઈની વાત કરીએ તો...
* નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન માટે 60 કરોડની જોગવાઇ કરેલ છે ઉપરાંત ગ્રીન જૂનાગઢ માટે જુદા જુદા ગાર્ડન સ્ત્રીસશક્તિકરણને પ્રોત્સાહન આપવા સ્વસહાય જૂથોને સોપવામાં આવશે.
* સોલાર રૂફટોપ યોજના તથા ગ્રીન અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સોલાર ફીટ કરનાર કરદાતાઓને ઘરવેરામાં 10%ની રાહત આપવામાં આવશે. ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન આપવા અને પ્રદુષણ મુકત જનાગઢ બનાવવા ઈલેકટ્રીક વાહન ખરીદનારને વ્હીકલચાર્જમાં 50% રાહત અપાશે.
* કરદાતાઓ તા. 01/04/2023 થી થી તા. 30/06/2023 સુધીમાં વેરો ભરપાઈ કરે તો ધરવેરામાં 10% તથા ડીઝીટલ પેમેન્ટને વેગ આપવા વધારાનું 2 ટકા મળી કુલ 12% ચાલુ વર્ષના ઘરવેરામાં ડીસ્કાઉન્ટ અપાશે અથવા ગુજરાત સરકારના કરવેરામાં પ્રોત્સાહક યોજના લાગ પાડવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ શહે૨માં વસતા આરઝી હકુમતના સ્વાતંત્રીય સેનાનીઓ, ચાલુ નોકરી દરમ્યાન શહીદ થયેલા સન્યવીરોને તથા 50% દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને ઘરવેરામાં તેમની પોતાની કોઈ એક મિલ્કતમાં 100% રાહત આપવામાં આવશે.
* જૂનાગઢ ઐતિહાસિક અને પૌરાણિક શહેર હોય, જેને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
* જૂનાગઢ મહાનગર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ને અતિ આધુનિક બનાવી વધુમાં વધુ લોકો માટે હેલ્થ અને વેલનેસ સેન્ટર બનાવી લોકોની સેવામાં વધારો કરાશે, શ્રવણકુમાર યોજના અન્વયે 65 વર્ષ થી ઉપરના સીનિયર સીટીઝનોને ઘર બેઠા પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની યોજના કાર્યરત છે. જૂનાગઢને પ્લાસ્ટિક મુકત કરવા જુદા જુદા પાંચ સ્થળોએ થેલા એટીએમ કાર્યરત કરવામાં આવશે તેમજ સ્વચ્છતા વધુ આધુનિક બનાવવા 4.49 કરોડના ખર્ચે જુદા જુદા સ્વચ્છતાલક્ષી સાધનો ખરીદવામાં આવશે.
* નવા ફાયર સ્ટેશન માટે 2.85 કરોડની જોગવાઈ કરેલ છે તેમજ ફાયર શાખાને આધુનિક બનાવવા ફર્સ્ટ રીસ્પોન્ડ વાહન, સ્મોલ પીકઅપ વાહન, ઈમરજન્સી રેસ્ક્યુ વાહન, વોટર બ્રાઉઝર તથા કોન્વે વાહન 2.15 કરોડના ખર્ચે વસાવી લોકોની સુવિધામાં વધારો કરાશે.
* જૂનાગઢને ફાટક મુક્ત બનાવવા સત્વરે પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે. જોષીપરા ઓવરબ્રીજ 81/બી તથા 82/બી અન્વયે 53.40 કરોડના ખર્ચે શહેરમાં ઓવરબ્રીજ બનાવી ફાટક મુક્ત શહેરની પ્રજાને ભેટ આપવામાં આવશે.
* ગુજરાત સરકારના સહયોગથી જૂનાગઢની જનતાને આવન-જાવન માટે સરળતા ઉભી કરવા સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે તથા ટુરીસ્ટ સર્કીટ વિકસાવવામાં આવશે. શહેરના ભૂગર્ભ જળને જાળવી રાખવા માટે મહાનગરના હયાત બોરને પુર્નજીવીત કરવા અંદાજે 2 કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટીંગ યોજના લાગુ થશે. શહેરી ફેરિયાઓ માટે મધુરમ વિસ્તારમાં હોકર્સ ઝોન બનાવી તેઓ સન્માનજનક સ્થિતિએ આવક મેળવી શકે તે માટે અંદાજે 2.03 કરોડની જોગવાઈ કરેલ છે. ભારતના ભવિષ્ય સમા બાળકોના વિકાસ અર્થે શહેરમાં પાંચ સ્માર્ટ આંગણવાડીનું નિમાર્ણ 2.5 કરોડ થી કરવામાં આવશે.
* સરકારની નલ સે જલ યોજનાને કાર્યાન્વીત કરવા અમૃત 1.0 યોજના અન્વયે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન 145 કરોડના ખર્ચે વિકાસ કાર્ય કરેલ છે. હાલ અમૃત 2.0 યોજના અન્વયે 569 કરોડના ખર્ચે પાણી વ્યવસ્થા અંગેના પ્રોજેકટ શરૂ કરવામાં આવશે સાથે સાથે સરકાર ધ્વારા ભુગર્ભ ગટર યોજના તળે 319 કરોડના ખર્ચે ફેઈઝ 1 માં ચાર એસ.ટી.પી. તૈયાર કરવામાં આવેલ છે. ફેઈઝ 2 માટે પણ સરકારે 259 કરોડની મંજૂરી આપેલ હોય, જેનાથી શહેરી મહોલ્લાઓને મુખ્ય રોડની ગટરલાઈન સાથે કનેકટ કરવામાં આવશે.
* ભવનાથ વિસ્તારમાં સનાતનની સંસ્કૃતિની જાળવણી અર્થે થયેલ ઠરાવ મુજબ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી વેજઝોન જાહેર કરવામાં આવશે.
* સોનાપુરને નવી બે વિદ્યુત ભટ્ટી માટે 2.63 કરોડ તથા ઝોનલ ઓફીસોને અપગ્રેડ કરવા 1 કરોડ ફાળવવામાં આવેલ છે. જૂનાગઢને ઢોરના ત્રાસથી મુકત બનાવવા નવા બે ઢોરવાળા 50 લાખના ખર્ચે આવનારી ગ્રાન્ટ માંથી બનાવવામાં આવશે. તેમજ નરસિંહ વિદ્યામંદિરને અપગ્રેડ કરવા 50 લાખ ની જોગવાઈ કરેલ છે.
* શહેરને સીસીટીવી થી સજજ કરવા સરકારની આવનારી ગ્રાન્ટમાંથી 1 કરોડની જોગવાઈ, સનાતની ઉત્સવો જેવા કે રામનવમી, જન્માષ્ટમી, ઋષિ વાલ્મિકી જયંતિ, આંબેડકર જયંતિ તથા સનાતની ઉત્સવોની ઉજવણી માટે 10 લાખની જોગવાઈ કરેલ છે. શહેરમાં પ્રથમ વખત મહાનગર દ્વારા પદ્મશ્રી કવિ દાદ લાઈબ્રેરીના નિમાર્ણ માટે 10 લાખ ગ્રાન્ટમાંથી જોગવાઈ કરેલ છે.
* મજેવડી દરવાજા થી ગીરનાર દરવાજાના માર્ગ પર બન્ને બાજ ગ્રીલ મુકી વૃક્ષારોપણ કરી શહેરની શોભા વધારવા 50 લાખની જોગવાઈ કરવામાં આવે છે. શહેરમાં આકર્ષક સર્કલ તથા ભવનાથ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ પાસે મહાદેવની ધ્યાનસ્થ પ્રતિમા મુકવા જોગવાઈ કરેલ છે. જૂનાગઢ શહેરમાં ગાંધી ચોકમાં આવેલ મટનમાર્કેટને સરકારની ગાઈડલાઈન અન્વયે અન્યત્ર સ્થળે ખોડવામાં આવશે.
* પ્રવાસીઓને મદદ મળી રહે તેના માટે સ્વ.શ્રી સુર્યકાંતભાઈ આચાર્ય પ્રવાસન માહિતી કેન્દ્ર શરૂ કરાશે. ગીરનાર ઉત્સવ ઉજવી લોકોને ગીરનારના ઈતિહાસ થી માહિતગાર કરવા પ્રયત્ન થશે. જનાગઢ આઝાદી દિન 9 નવેમ્બરની ઓળખ માટે બાળકોમાં જાગૃતતા લાવવા નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવશે તથા દામોદરકુંડ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવશે.
* જૂનાગઢ મહાનગરપાલિકાને પેપરલેસ બનાવવા તથા સ્માર્ટસીટી અને ડીઝીટલ ઈન્ડીયાના સંકલ્પને સાકાર કરવા જુદા જુદા 19 મોડયુલ 6 કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવશે જેથી વહીવટમાં પારદર્શિતા તથા ગતિશીલતા વધશે.
* બાયો મીથેનાઈઝેશન પ્લાન્ટ, સી.એન.ડી.વેસ્ટ પ્લાન્ટ કાર્યરત થતા સરકારની લેગેસીવેસ્ટની નીતિને પ્રોત્સાહન મળશે. અમૃત 1.0 સ્કીમ અંર્તગત શહેરમાં 145 કરોડના કાર્યો પૂર્ણતાના આરે છે. હાલ અમૃત 2.0 સ્કીમ અંતગર્ત 569 કરોડના જુદા જુદા પ્રોજેકટો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વિલીગ્ડન ડૅમ સરકારની આવનાર ગ્રાન્ટમાંથી 8 કરોડના ખર્ચે તથા વાઘેશ્વરી તળાવને અમૃત 2.0 અન્વયે 18 કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વિધાનસભાની સંસદીય કાર્યશાળામાં ધારાસભ્યોની પાંખી હાજરી, સંસદીય બાબતો શીખવામાં તેમને નથી રસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


