ધોળકામાં 15 વર્ષની સગીરા સાથે 8 નરાધમોએ આચર્યું દુષ્કર્મ
ધોળકામાં 2 દિવસ અગાઉ 15 વર્ષની સગીરા સાથે તેના મિત્ર સહિત 8 યુવકોએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે અને આ મામલે ધોળકા ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલોસે 8 આરોપીની અટકાયત કરીને સગીરાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ધોળકામાં રહેતી સગીરા 10 માર્ચે તેના મિત્ર સાથે બાઇક પર ગઈ હતી ત્યારે તેના મિત્ર અને અન્ય યુવકો તેને ગામના બોર કુવા પાસે લઈ ગયા હતા
Advertisement
ધોળકામાં 2 દિવસ અગાઉ 15 વર્ષની સગીરા સાથે તેના મિત્ર સહિત 8 યુવકોએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે અને આ મામલે ધોળકા ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલોસે 8 આરોપીની અટકાયત કરીને સગીરાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ધોળકામાં રહેતી સગીરા 10 માર્ચે તેના મિત્ર સાથે બાઇક પર ગઈ હતી ત્યારે તેના મિત્ર અને અન્ય યુવકો તેને ગામના બોર કુવા પાસે લઈ ગયા હતા જે બાદ એક બાદ એક એમ 8 આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાને તેના ઘરે મૂકી ગયા હતા. સગીરાએ આ બનાવ અંગે ઘરે જાણ કરી હતી જેથી સગીરાના પરિવારે આ મામલે ધોળકા ટાઉનમાં સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
ધોળકા ટાઉન પોલીસે બનાવ મામલે 8 આરોપીની અટકાયત કરી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે સગીરને તેના ઘરેથી જ તેના જ પરિચિત યુવકો બાઇક પર લઈ ગયા હતા અને દુષ્કર્મ કરીને તેના ઘર પાસે ઉતારી હતી. સગીરાને સારવાર માટે ધોળકા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જે બાદ સગીરાને અમદાવાદ સોલા સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે. આરોપીઓના પણ મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે.


