કેરળમાં 90 વર્ષના વૃદ્ધે સગીરાનું કર્યું જાતીય શોષણ, કોર્ટે ફટકારી સજા
દેશમાં જાતીય શોષણની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. આવા ઘણા માણસના રૂપમાં ફરી રહેલા રાક્ષસો આજે પણ આપણા દેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તાજેતરમાં કેરળમાંથી પણ જાતીય શોષણની એક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યા એક કોર્ટે પલક્કડ જિલ્લાના કરીમ્બા ગામમાં એક સગીર બાળકીનું યૌન શોષણ કરવા બદલ 90 વર્ષના એક વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. ફાર્સ્ટ ટ્રેક કોર્ટના સ્પેશિàª
Advertisement
દેશમાં જાતીય શોષણની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. આવા ઘણા માણસના રૂપમાં ફરી રહેલા રાક્ષસો આજે પણ આપણા દેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તાજેતરમાં કેરળમાંથી પણ જાતીય શોષણની એક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યા એક કોર્ટે પલક્કડ જિલ્લાના કરીમ્બા ગામમાં એક સગીર બાળકીનું યૌન શોષણ કરવા બદલ 90 વર્ષના એક વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. ફાર્સ્ટ ટ્રેક કોર્ટના સ્પેશિયલ જજ સતીશ કુમારે 2020માં પાડોશમાં રહેતી 15 વર્ષની છોકરીનું યૌન શોષણ કરવા બદલ દોષિતને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
આપણા દેશમાં જાતીય શોષણનો શિકાર થતી સગીરાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કહેવાય છે કે, ખાસ કરીને યંગ છોકરાઓ દ્વારા સગીરાનું જાતીય શોષણ વધુ થાય છે પરંતુ તાજેતરમાં કેરળના એક ગામમાંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમા એક સગીરા સાથે એક 90 વર્ષના વૃદ્ધ દ્વારા જાતીય શોષણ કરવામાં આવતું હતું. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિશા વિજયકુમારે જણાવ્યું હતું કે, વૃદ્ધને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ 7 હેઠળ જાતીય શોષણ માટે દોષિત ઠેરવવામાં આવેલ છે. POCSO એક્ટની કલમ 7 હેઠળ, ઓછામાં ઓછા 3 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની જેલની જોગવાઈ છે.
વિજયકુમારે જણાવ્યું હતું કે, અદાલતે નવ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા બાદ અને ફરિયાદ પક્ષ દ્વારા દાખલ કરાયેલા અનેક દસ્તાવેજોની તપાસ કર્યા બાદ આરોપીને દોષિત ઠેરવ્યો હતો. થોડા દિવસો પહેલા એક કોન્વેન્ટમાં ચાર સગીર છોકરીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, દક્ષિણ કેરળમાં એક કોન્વેન્ટમાં પ્રવેશીને 4 સગીર છોકરીઓ સાથે યૌન શોષણ કરવા બદલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસના નાઇટ પેટ્રોલિંગે એક દિવસ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 'નનરી' (સાધ્વીઓના રહેઠાણની જગ્યા) નજીકથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, ધાર્મિક સંસ્થામાં પ્રવેશવાનો બંનેનો હેતુ બહાર આવ્યો હતો.


