Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભા સ્પીકરના નામનું બોગસ એકાઉન્ટ બનાવી સાંસદોને મેસેજ મોકલાયા

લોકસભા સ્પીકર ઓમ બિરલાની પ્રોફાઇલ ફોટો લગાવીને કેટલાક તત્વોએ સરકારી અધિકારીઓ અને સાંસદોને મેસેજ મોકલ્યા છે. આ નંબરોને જાહેર કરતાં ઓમ બિરલાએ સાવચેત રહેવા અપિલ કરી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું છે કે કેટલાક તત્વોએ તેમના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યું છે અને તેઓ બે ત્રણ નંબરોથી સાંસદોને તથા અધિકારીઓને મેસેજ કરી રહ્યા છે. તેમણે આ નંબરોને ટ્વિટ કરીને જાહેર પણ કર્યા હતા. ઓમ બિરલà
લોકસભા સ્પીકરના નામનું બોગસ એકાઉન્ટ બનાવી સાંસદોને મેસેજ મોકલાયા
Advertisement
લોકસભા સ્પીકર ઓમ બિરલાની પ્રોફાઇલ ફોટો લગાવીને કેટલાક તત્વોએ સરકારી અધિકારીઓ અને સાંસદોને મેસેજ મોકલ્યા છે. આ નંબરોને જાહેર કરતાં ઓમ બિરલાએ સાવચેત રહેવા અપિલ કરી છે. 
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું છે કે કેટલાક તત્વોએ તેમના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યું છે અને તેઓ બે ત્રણ નંબરોથી સાંસદોને તથા અધિકારીઓને મેસેજ કરી રહ્યા છે. તેમણે આ નંબરોને ટ્વિટ કરીને જાહેર પણ કર્યા હતા. ઓમ બિરલાએ લોકોને કહ્યું કે આ નંબરો પરથી આવનારી કોલ અને મેસેજને ઇગ્નોર કરે અને તેની જાણકારી તેમની ઓફિસમાં પણ મોકલે. 
ઓમ બિરલાએ કહ્યું કે ફેક એકાઉન્ટ બનાવનારાઓએ તેમના ફોટોનો ઉપયોગ કરીને પ્રોફાઇલ પિકચર બનાવ્યું છે અને ઘણાં સાંસદોને મેસેજ મોકલ્યા છે. તેમણે કહ્યું કે સંબંધીત ઓથોરિટીને આ મુદ્દે જાણ કરવામાં આવી છે. 

ઉલ્લેખનિય છે કે  સોશિયલ મીડિયામાં બોગસ એકાઉન્ટ બનાવીને છેતરપીંડી આચરાઇ રહી છે. ઘણા રાજનેતાઓ અને અધિકારીઓના નામના બોગસ એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી મોટી રકમ માગવામાં આવે છે ત્યારે આ તત્વોએ લોકસભા સ્પીકરના નામનું જ બોગસ એકાઉન્ટ ખોલી ને છેતરપીંડી કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.

×