રાંદેર ટાઉનમાંથી ડ્રગ્સ પકડાવાનો મામલો, માતા-પુત્ર મળી ડ્રગ્સનો ધંધો કરતા હતા
કતારગામ (Katargam)પોલીસે (Police)અમરોલી જૂના જકાતનાકા સ્થિત ચેક પોસ્ટ પરથી બાઇક સવાર કઠોર ગામના બે યુવાનને 51.1 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જયારે રાંદેરની મહિલાના પુત્રને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. કુલ રૂ. 1.90 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યા સુરત ક્રાઇમ બ્રાંચે(Surat Crime Branch)બાતમીના આધારે રાંદેર ટાઉનના (Rander Town)રહેમતખાન જમાદાર સ્ટ્રીટમાં રહેતી શાકેરાબાનુ મુનાફ મુખત
Advertisement
કતારગામ (Katargam)પોલીસે (Police)અમરોલી જૂના જકાતનાકા સ્થિત ચેક પોસ્ટ પરથી બાઇક સવાર કઠોર ગામના બે યુવાનને 51.1 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જયારે રાંદેરની મહિલાના પુત્રને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
કુલ રૂ. 1.90 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યા
સુરત ક્રાઇમ બ્રાંચે(Surat Crime Branch)બાતમીના આધારે રાંદેર ટાઉનના (Rander Town)રહેમતખાન જમાદાર સ્ટ્રીટમાં રહેતી શાકેરાબાનુ મુનાફ મુખત્યાર મલેક ને ત્યાં દરોડા પાડી 7.780 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કિંમત રૂ. 77,800 ઉપરાંત રોકડા રૂ. 1.40 લાખ અને ડિજીટલ વજન કાંટો અને ડ્રગ્સ વેચવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની ઝીપ બેગ મળી કુલ રૂ. 1.90 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પોલીસે સમીર ઉર્ફે લાલો વોન્ટેડ જાહેર કર્યો
પોલીસે શાકેરાની હાથ ધરેલી પૂછપરછમાં તેનો પુત્ર સમીર ઉર્ફે લાલો મુનાફ મલિક એમ.ડી ડ્રગ્સ બહારથી મંગાવી ગ્રાહક શોધીને ઘરે મોકલાવતો હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


