મા-બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો, આઠ વર્ષના બાળકનું ગળામાં ચોકલેટ ફસાઇ જતાં મોત
બાળકના પિતા ઓસ્ટ્રેલિયાથી લાવ્યા હતા ચોકલેટ તેલંગાણાના વારંગલમાં આઠ વર્ષના બાળકનું ગળામાં ચોકલેટ ફસાઈ જવાથી મોત થયું છે. થોડા સમય પહેલા બાળકના પિતા ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ત્યાંથી જ ચોકલેટ્સ લઇને આવ્યા હતા. વારંગલની પિનાવરી સ્ટ્રીટ પર આવેલી એક સ્કૂલમાં શનિવારે આ દુ:ખદ ઘટના બની હતી. ઘટનાની વિગતે વાત કરીએ તો વારંગલ શહેરમાં રહેતા કંવરસિંહ અને ગીતાને ચાર બાળકો છે. કંવરસિંહ ઈલેકà
Advertisement
બાળકના પિતા ઓસ્ટ્રેલિયાથી લાવ્યા હતા ચોકલેટ
તેલંગાણાના વારંગલમાં આઠ વર્ષના બાળકનું ગળામાં ચોકલેટ ફસાઈ જવાથી મોત થયું છે. થોડા સમય પહેલા બાળકના પિતા ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ત્યાંથી જ ચોકલેટ્સ લઇને આવ્યા હતા. વારંગલની પિનાવરી સ્ટ્રીટ પર આવેલી એક સ્કૂલમાં શનિવારે આ દુ:ખદ ઘટના બની હતી. ઘટનાની વિગતે વાત કરીએ તો વારંગલ શહેરમાં રહેતા કંવરસિંહ અને ગીતાને ચાર બાળકો છે. કંવરસિંહ ઈલેક્ટ્રીકલ ઉપકરણોની દુકાન ચલાવે છે. થોડા સમય પહેલા તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ત્યાંથી બાળકો માટે ચોક્લેટ્સ લઇને આવ્યા હતા. શનિવારે દંપતીએ તેમના બાળકોને શાળાએ જતી વખતે આ ચોકલેટ્સ આપી. તેમના બે પુત્રો અને એક પુત્રી પિનાવારી સ્ટ્રીટની જ એક શાળામાં અભ્યાસ કરે છે.
શાળાએ ગયા બાદ સીડી ચઢતા ચોકલેટ મોંમા નાંખી
તેમનો આઠ વર્ષનો પુત્ર સંદીપ જ્યારે શાળાના બીજા માળે તેના વર્ગમાં જતો હતો ત્યારે તેના મોંમાં ચોકલેટ નાખી હતી. સીડી ચડતી વખતે તેના ગળામાં ચોકલેટ ફસાઈ ગઈ અને તે બેભાન થઈ ગયો. જ્યારે અન્ય બાળકોએ તેને પડતો જોયો તો તેઓએ શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટને જાણ કરી. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી.
શ્વાસ રુંધાવાને કારણે બાળકનું મોત થઇ ગયું
માહિતી મળતાની સાથે જ કંવર સિંહ શાળાએ પહોંચ્યા અને સંદીપને ગંભીર હાલતમાં એમજીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોએ તેના ગળામાં ફસાયેલી ટોફીને કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ શ્વાસ રૂંધાવાને કારણે બાળકનું મોત થઇ ગયું હતું.
બાળકોને કંઇ આપતા પહેલા આટલું ધ્યાન રાખો
નિષ્ણાતો અને ડોક્ટરોનું કહેવું છે કે નાના બાળકોને ટોફી કે ચોકલેટ આપતી વખતે હંમેશા કાળજી રાખવી જોઈએ. તેમના શ્વસન માર્ગમાં અટવાઈ જવાની અથવા ચોંટી જવાની સંભાવના છે, તેથી તેમને મોટી કેન્ડી ન આપવી જોઈએ. આ સાથે મોંમાં ચોંટી જાય એવી મીઠાઈઓ ન આપવી જોઈએ. મોટી ટોફીને ટુકડાઓમાં આપવી જોઈએ, જેથી તે શ્વાસનળી કે અન્નનળીમાં અટવાઈ ન જાય.
આ પણ વાંચો - દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવી વધુ એક ઘટના, પુત્રએ માતા સાથે મળી પિતાની કરી હત્યા અને પછી...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


