Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટંકારાના નસીતપરમાં કોંગ્રસના તાલુકા પંચાયતના સદસ્ય પર થયો જીવલેણ હુમલો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે વિધાનસભા ચૂંટણી ટાણે જ જુના ઝઘડામાં કોંગ્રેસની સભા અને ભજીયા પાર્ટી પત્યા બાદ કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યને નસીતપર ગામના સરપંચ તેના પુત્ર અને અન્ય બે શખ્સોએ માર મારતા ભજીયા એ કરાવ્યા કજિયા જેવો ઘાટ જોવા મળ્યો હતો.બનાવ અંગે ટંકારા તાલુકા પંચાયતના લજાઈ -2 બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય પંકજભાઈ દયારામભાઈ મસોતે ટંકારા પોલ
ટંકારાના નસીતપરમાં કોંગ્રસના તાલુકા પંચાયતના સદસ્ય પર થયો જીવલેણ હુમલો
Advertisement
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે વિધાનસભા ચૂંટણી ટાણે જ જુના ઝઘડામાં કોંગ્રેસની સભા અને ભજીયા પાર્ટી પત્યા બાદ કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યને નસીતપર ગામના સરપંચ તેના પુત્ર અને અન્ય બે શખ્સોએ માર મારતા ભજીયા એ કરાવ્યા કજિયા જેવો ઘાટ જોવા મળ્યો હતો.
બનાવ અંગે ટંકારા તાલુકા પંચાયતના લજાઈ -2 બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય પંકજભાઈ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ ગઈકાલે રાત્રે ટંકારા તાલુકાના નસીતપર ગામે કોંગ્રેસની જાહેરસભા હોય તેઓ ત્યા ગયા હતા અને જે પૂર્ણ થયા બાદ ગામના ઝાંપા પાસે ઉભા હતા ત્યારે તેમના કૌટુંબિક જમાઈ અને આરોપી દિનેશભાઇ અઘારાએ કહ્યું હતું કે તારે પ્રકાશ સાથે શું વાંધો છે. જેથી પોતે કહ્યું હતું કે જે તે સમયે બધું હતું એ હવે પતી ગયું છે.
દરમિયાન બન્નેની વાતચીત દરમિયાન જ આરોપી પ્રકાશ રમેશભાઈ, ગામના સરપંચ રમેશભાઈ ધરમશીભાઈ, દિનેશ અઘારા અને પ્રવીણભાઈ નામના ચારેય આરોપીઓએ એક સંપ કરી પંકજભાઈને ઢીંકા પાટુનો માર મારવા લાગ્યા હતા અને પ્રકાશભાઈ રમેશભાઈ નામના આરોપીએ લોખંડના પાઇપ વડે માર મારી હવે પછી નસીતપર ગામમાં પગ મુકતો નહીં, નહીં તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.
ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય પંકજ મસોત ઉપર સરપંચ અને તેના પુત્ર સહીત ચાર વ્યક્તિઓએ હુમલો કરતા ઈજાઓ પહોંચતા પ્રથમ ટંકારા અને બાદમાં સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદી પંકજ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 323, 504, 506(2),114 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×