શેર બજારમાં કડાકો, બજાર ખુલતાં જ 800 પોઇન્ટનો કડાકો
ભારતીય શેર બજાર ખુલતાં જ સોમવારે 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. કોરોના અને વધેલા વ્યાજદરોથી વિશ્વભરના શેર બજારોમાં તેની અસર જોવા મળી રહી છે ત્યારે સોમવારે જેવું બજાર ખુલ્યું કે સેન્સેકસ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુ કડાકો બોલાયો હતો. ભારતીય શેર બજારનો સેન્સેક્સ પી ઓપન સેશનમાં જ અંદાજે 650 પોઇન્ટ તુટયો હતો. સિંગાપુર એકસચેન્જમાં નિફ્ટીનો ફ્યુચર પણ 200 પોઇન્ટ તુટયો હતો. સેશનની શરુઆત થતાં
Advertisement
ભારતીય શેર બજાર ખુલતાં જ સોમવારે 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. કોરોના અને વધેલા વ્યાજદરોથી વિશ્વભરના શેર બજારોમાં તેની અસર જોવા મળી રહી છે ત્યારે સોમવારે જેવું બજાર ખુલ્યું કે સેન્સેકસ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુ કડાકો બોલાયો હતો.
ભારતીય શેર બજારનો સેન્સેક્સ પી ઓપન સેશનમાં જ અંદાજે 650 પોઇન્ટ તુટયો હતો. સિંગાપુર એકસચેન્જમાં નિફ્ટીનો ફ્યુચર પણ 200 પોઇન્ટ તુટયો હતો. સેશનની શરુઆત થતાં જ સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટીને 54 હજાર પોઇન્ટે વેપાર કરતા જોવા મળ્યો હતો જયારે નિફ્ટી 220 પોઇન્ટથી વધુ તૂટીને 16180 પોઇન્ટની આસપાસ જોવા મળ્યો હતો.
આ પહેલા શુક્રવારે પણ ઘરેલું બજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. શુક્રવારે બજાર બંધ થઇ થયું ત્યારે સેન્સેકસ 866.65 પોઇન્ટ એટલે કે 54835.58 પોઇન્ટ પર બંધ થયો હતો. આ જ પ્રમાણે એનએસઇ નિફ્ટી 271.40 પોઇન્ટ તૂટીને 16411.25 પોઇન્ટ પર બંધ થયો હતો.
આજે પણ વિશ્વભરના બજારોમાં વેચવાલી પર પ્રેશર વધી રહ્યું છે. શુક્રવારે અમેરિકી બજારમાં પણ નુકશાનીમાં જોવા મળી રહ્યું હતું.


