Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગનાં કેન્દ્રીય મંત્રીશ્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે આજરોજ બોટાદ જિલ્લા સેવા સદનનાં કોન્ફરન્સ હોલ ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરવાની સાથોસાથ જનસમુદાયને સમયસર તેના લાભો મળી રહે તે રà«
કેન્દ્રીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ
Advertisement
મહિલા અને બાળ વિકાસ વિભાગનાં કેન્દ્રીય મંત્રીશ્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે આજરોજ બોટાદ જિલ્લા સેવા સદનનાં કોન્ફરન્સ હોલ ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરવાની સાથોસાથ જનસમુદાયને સમયસર તેના લાભો મળી રહે તે રીતનું સુચારૂ આયોજન ઘડી કાઢવા દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ અનુરોધ કર્યો હતો. 
અધ્યક્ષશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે બેઠક  મળી 
જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાએ  સરકારશ્રીની અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાનાં લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને બોટાદ જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું. જિલ્લામાં પુરૂષ અને મહિલાઓનો એકસરખો રેશિયો જળવાઈ રહે તે માટે જિલ્લામાં કોઈ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ જો થતું હોઈ તો તેવા તબીબો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા, જિલ્લા-તાલુકાકક્ષાએબેટી બચાવો-બેટી પઢાઓનું અભિયાન સત્વરે હાથ ધરવા તેમજ જિલ્લાની શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સમયસર પેટ્રોલિંગ કરવાની સુચના આપી હતી. 

અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું
કેન્દ્રીય મંત્રીશ્રી મુંજપરાએ કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખીને ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઉપલબ્ધ બેડ સહિત કોરોનાને લગતી યોગ્ય જરૂરિયાતો તેમજ હોસ્પિટલમાં આવેલા સાધનોની માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતાં. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન થાય અને જરૂર વગર બહારન નીકળવા તેમજ ભીડથી બચવા મંત્રીશ્રી મુંજપરાએ સૌને અપીલ કરી હતી.આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન નાગરિક પુરવઠા,આરોગ્ય,શિક્ષણ,નગરપાલીકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણી, ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી અને શ્રી ઉમેશભાઇ મકવાણાએ પણ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષકશ્રી કિશોર બળોલીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામકશ્રી મકવાણા સહિતનાં સમિતિના અન્ય સભ્યશ્રીઓ, જિલ્લાનાં સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા  હતા. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×