એક ડોસો ડોસીને હજી વ્હાલ કરે છે, જોઈ લો આ મજાનો વિડીયો
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ મીડિયા પર ઘણી વાર એવા વિડીયો વાયરલ થતાં હોય છે જે તમારા દીલને સ્પર્શી જતાં હોય છે તો ઘણા એવા પણ વિડીયો હોય છે જે જોઈને તમારું મન દ્રવી ઉઠશે.તમે પણ જાણતા હશો આજના સમયમાં સાચો પ્રેમ મેળવવો બહુ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જો તમને આવી કોઈ વ્યક્તિ મળે, તો તેને ક્યાà
Advertisement
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ મીડિયા પર ઘણી વાર એવા વિડીયો વાયરલ થતાં હોય છે જે તમારા દીલને સ્પર્શી જતાં હોય છે તો ઘણા એવા પણ વિડીયો હોય છે જે જોઈને તમારું મન દ્રવી ઉઠશે.
તમે પણ જાણતા હશો આજના સમયમાં સાચો પ્રેમ મેળવવો બહુ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જો તમને આવી કોઈ વ્યક્તિ મળે, તો તેને ક્યાંય જવા દો નહીં. જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે ક્યારેક કોઈના સાથની જરૂર પડે છે. કયારેક એવો પણ સમય આવે છે કે તમારો સાચો જીવનસાથી તમારી સાથે તમારી તાકાત બનીને ઊભો રહેતો હોય છે જેમ કે આ વીડિયોમાં દેખાતા એક વૃદ્ધ વ્યક્તિ તેની બીમાર પત્નીની સંભાળ લઈ રહ્યો છે.
ત્યારે ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી વાયરલ ક્લિપ શેર કરવામાં આવી છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તેની બીમાર પત્નીના વાળમાં કાંસકો લગાવતો જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને ઘણા લોકો ભાવુક થઈ ગયા અને પોતાના પ્રેમના દાખલા આપવા લાગ્યા.
આ વિડીયો RVCJ મીડિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તે ચોક્કસ તમારા હૃદયને સ્પર્શી જશે. વિડિયોના કેપ્શનમાં લખ્યું છે "સાચો પ્રેમ." વિડીયોમાં આ પતિ-પત્નીનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી સ્પષ્ટપણે જોઈ શકાય છે આ જ કારણ છે કે આ વિડીયો ઓનલાઈન ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને 3 લાખથી વધુ યુઝર્સે લાઈક કર્યો છે.
Advertisement


