Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નકલી દાગીના પર ગોલ્ડ લોન લઇ મુથુટ ફાયનાન્સ સાથે છેતરપીંડી આચરનાર ફરાર આરોપી ઝડપાયો

સુરત શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા સુરત પોલીસ કમિશ્નરે પોલીસના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા છે. તેવામાં છેલ્લા 13 વર્ષથી છેતરીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને DCB પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી પાડ્યો છે નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરાઇ છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.ખાસ કરી ને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલà
નકલી દાગીના પર ગોલ્ડ લોન લઇ મુથુટ ફાયનાન્સ સાથે છેતરપીંડી આચરનાર  ફરાર આરોપી ઝડપાયો
Advertisement
સુરત શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા સુરત પોલીસ કમિશ્નરે પોલીસના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા છે. તેવામાં છેલ્લા 13 વર્ષથી છેતરીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને DCB પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી પાડ્યો છે 

નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરાઇ છે 
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.ખાસ કરી ને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા અને ગુના કરી ફરાર થઈ ગયેલા આરોપી ઓને પકડવા પોલીસે તૈયારી કરી છે.પોલીસે વિવિધ ટીમ બનાવી છે..પોલીસની ટીમ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકોને વિશ્વાસમાં લઈ ફરાર આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં વર્ષ 2011-12માં છેતરપિંડીના ગુનામાં ભાગતા ફરતા એક ઈસમ ને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી જેલના સળિયા ગણતો કરી દિધો છે.
મુથૂટ ફાઇનાન્સમાં બનાવટી સોનાના દાગીના પર લોન લઈ છેતરપીંડી આચરી હતી 
13 વર્ષ પહેલાં આરોપીએ મુથૂટ ફાઇનાન્સમાં બનાવટી સોનાના દાગીના પર લોન લઈને મુથૂટ ફાઇનાન્સ સાથે છેતરપિંડી કરી હતી. આરોપી આ છેતરપિંડીના ગુનામાં 13 વર્ષથી ભાગતો ફરતો હતો. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભરૂચના પાલેજ રેલ્વે સ્ટેશન પાસેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ગુનાહ આચરી નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચે છેતરપીંડી વિશ્વાસઘાતનાં ગુનામાં વોન્ટેડ આરોપીઓને શોધ શરૂ કરતાં અન્ય વોન્ટેડ આરોપી ઓમા ફફડાટ ફેલાયો છે. તેવામાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીની બાતમીના આધારે ભરૂચ પાલેજ રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરી. આરોપીની ઓળખ ચિંતન ચાંદરાણા તરીકે થઇ છે.. આરોપી મૂળ ભાવનગરનો વતની છે અને તે ભરૂચ નર્મદા કોલોનીમાં રહેતો હતો. 

મુથૂટ ફાઇનાન્સ દ્વારા ચિંતન ચાંદારાણા વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
આરોપીએ  2011-12 દરમિયાન ઉધના ખાતે મુથૂટ ફાઇનાન્સમાં સોનાના બનાવટી દાગીના ગીરવે મૂકીને તેના પર લોન લીધી હતી અને જ્યારે બેંકને આ દાગીના બનાવટી હોવાનું જાણવા મળ્યું ત્યાં સુધી આરોપી ચિંતન ચાંદારાણા ફરાર થઈ ચૂક્યો હતો,જેથી મુથૂટ ફાઇનાન્સ દ્વારા ચિંતન ચાંદારાણા વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.,ફરિયાદ બાદ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરાઇ હતી,. વધુમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એ પણ કહ્યું હતું કે આરોપી પોલીસથી બચવા માટે સુરત છોડીને ભાગી ગયો હતો ,જેથી સરવેલેન્સ અને ટીમ વર્કના આધારે બાતમી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ઉધના પોલીસ સ્ટેશનને સોપવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×