Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટી20 વર્લ્ડકપની આજની મેચમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો 5 વિકેટે પરાજય

ઓસ્ટ્રેલિયા (Australia)માં રમાઇ રહેલા T20 વર્લ્ડ કપ  2022 (World Cup 2022) માં આજે ભારત (India)અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે રોમાંચક અને દિલધડક મુકાબલો રમાશે.  ટીમ ઈન્ડિયાએ ગ્રુપ 2માં અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી છે. હવે ત્રીજી મેચ આજે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે શરૂ થઈ હતી.ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો 134 રનનો ટાર્ગેટભારતીય ટીમે સાઉથ આફ્રીકાને જીત માટે 134
ટી20 વર્લ્ડકપની આજની મેચમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો 5 વિકેટે પરાજય
Advertisement
ઓસ્ટ્રેલિયા (Australia)માં રમાઇ રહેલા T20 વર્લ્ડ કપ  2022 (World Cup 2022) માં આજે ભારત (India)અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે રોમાંચક અને દિલધડક મુકાબલો રમાશે.  ટીમ ઈન્ડિયાએ ગ્રુપ 2માં અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી છે. હવે ત્રીજી મેચ આજે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે શરૂ થઈ હતી.
ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો 134 રનનો ટાર્ગેટ
ભારતીય ટીમે સાઉથ આફ્રીકાને જીત માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવી શકી. ભારત તરફછી સુર્યકુમારે 40 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા. તે સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન સારુ રમિ શક્યો નહી. આફ્રિયા તરફથી લુંગી એનગિજીએ ચાર અને વેન પાર્નેલે ત્રણ વિકેટ ઝડપી હતી.
ટીમ ઇન્ડિયામાં ફેરફારની શક્યતા નહિવત
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવ્યું હતું. જો કે આજમી મેચમાં ટીમ ઇન્ડિયામાં કોઇ ફેરફાર કરવામાં આવે તેની શક્યતા નહિવત છે. કેએલ રાહુલ છેલ્લી બંને મેચમાં ફ્લોપ સાબિત થયો છે, પરંતુ ભારતીય ટીમનો વિજય થયો છે. જેથી સુકાની રોહિત રાહુલને અન્ય મેચમાં તક આપી શકે છે. એવી અટકળો છે કે રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી શકે છે. જો કે તેની સંભાવના પણ ઘણી ઓછી છે.

આફ્રિકાની ટીમમાં બે ફેરફાર થઈ શકે છે
છેલ્લી મેચમાં બાંગ્લાદેશને હરાવનારી દક્ષિણ આફ્રિકાની ટીમમાં બે મોટા ફેરફાર થઈ શકે છે. કેપ્ટન ટેમ્બા બાવુમા પ્લેઇંગ-11માં તબરેઝ શમ્સીને પડતો મૂકીને ઝડપી બોલર લુંગી એનગીડીને તક આપવામાં આવી શકે છે. માત્ર કેશવ મહારાજ જ સ્પિનર ​​તરીકે રમી શકે છે. સાથે જ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર વેઈન પાર્નેલના સ્થાને માર્કો જેન્સેનની એન્ટ્રી થઈ શકે છે.
Advertisement

પર્થની પીચ પર પડકાર અઘરો હશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સુપર 12ની આગામી મેચ પર્થની ઝડપી અને ઉછાળવાળી પીચ પર રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 2-2 મેચ રમાઈ છે. ભારત અત્યારે ગ્રુપ 2માં ટોચ પર છે જ્યારે દક્ષિણ આફ્રિકા ત્રણ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં બાંગ્લાદેશને 104 રનથી હરાવ્યું હતું જ્યારે ઝિમ્બાબ્વે સામેની તેની પ્રથમ મેચ જીતની ઉંબરે પહોંચ્યા બાદ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા ફેવરિટ છે
દક્ષિણ આફ્રિકા સામેની આ મેચમાં ભારતને ફેવરિટ માનવામાં આવી શકે છે. આનું કારણ T20 વર્લ્ડ કપ પહેલા બંને ટીમો વચ્ચે રમાયેલી T20 શ્રેણીને આભારી હોઈ શકે છે, જેમાં ભારતે ઘરઆંગણે 2-1થી જીત મેળવી હતી.
જો કે ભારતીય ટીમના કોચે સંકેત આપ્યો હતો કે કેએલ રાહુલ ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરશે. ભલે તે પ્રથમ બે મેચમાં ફ્લોપ રહ્યો હતો, પરંતુ સપ્ટેમ્બરમાં તેણે દક્ષિણ આફ્રિકા સામે અણનમ 51 અને 57 રન બનાવ્યા હતા.
ભારતીય બેટ્સમેનોએ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ આક્રમણથી સાવચેત રહેવું પડશે. એનરિક નોર્સિયાએ બાંગ્લાદેશ સામે ખતરનાક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. તેના સિવાય આફ્રિકન ટીમનો સ્પિનર ​​તબરેઝ શમ્સી પણ સારા ફોર્મમાં છે. તેણે છેલ્લી મેચમાં 3 વિકેટ ઝડપી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×