દિલ્હીમાં ઇલેક્ટ્રીક મોટર પાર્કિંગમાં ભીષણ આગ, અનેક વાહનો ખાખ
દિલ્હીના જામિયા નગરમાં ઇલેક્ટ્રીક મોટર પાર્કિંગમાં બુધવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. બુધવારે સવારે જામિયા નગરમાં ઇલેક્ટ્રીક મોટર પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યાં આગ લાગી હતી તે પાર્કિંગમાં ઈ-રિક્ષાને ચાર્જ કરવામાં à
Advertisement
દિલ્હીના જામિયા નગરમાં ઇલેક્ટ્રીક મોટર પાર્કિંગમાં બુધવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે.
બુધવારે સવારે જામિયા નગરમાં ઇલેક્ટ્રીક મોટર પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યાં આગ લાગી હતી તે પાર્કિંગમાં ઈ-રિક્ષાને ચાર્જ કરવામાં આવે છે. આ આગ આજે સવારે 5 વાગ્યાની આસપાસ લાગી હતી.
આગ એટલી વિકરાળ હતી કે 11 ફાયર ટેન્ડરોને તેને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સદનસીબે આગ વધુ પ્રસરે તે પહેલા કાબુમાં આવી ગઈ હતી. નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
દિલ્હી ફાયર સર્વિસ તરફથી મળેલી માહિતી મુજબ આગની આ ઘટનામાં ઘણા વાહનોને નુકસાન થયું છે. અકસ્માતમાં 10 કાર, 1 મોટરસાઇકલ, 2 સ્કુટી, 30 નવી ઇ-રિક્ષા અને 50 જૂની ઇ-રિક્ષા બળીને રાખ થઇ ગઇ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Advertisement


