Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીના ગળાની આર-પાર થઇ ગયો ભાલો, તુરંત કરાયો Hospitalized

શાળામાં વાર્ષિક રમતોત્સવ યોજાતા રહે છે. જેથી બાળકોને શિક્ષાની સાથે રમત ગમતમાં પણ આગળ લાવી શકાય. પરંતુ આ દરમિયાન ઘણી વખત કોઇ એવી ઘટના બની જતી હોય છે કે જેના કારણે શાળા ખૂબ જ બદનામ થઇ જાય છે. આવું જ કઇંક ઓડિશાની એક શાળામાં થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શાળામાં રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીને ગળામાં વાગ્યો ભાલોસમગ્ર ઘટના ઓડિશાના બલાંગીર જિલ્લામાં આવેલી એક શાળાની છે. જ્યા એક શàª
9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીના ગળાની આર પાર થઇ ગયો ભાલો  તુરંત કરાયો hospitalized
Advertisement
શાળામાં વાર્ષિક રમતોત્સવ યોજાતા રહે છે. જેથી બાળકોને શિક્ષાની સાથે રમત ગમતમાં પણ આગળ લાવી શકાય. પરંતુ આ દરમિયાન ઘણી વખત કોઇ એવી ઘટના બની જતી હોય છે કે જેના કારણે શાળા ખૂબ જ બદનામ થઇ જાય છે. આવું જ કઇંક ઓડિશાની એક શાળામાં થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 
શાળામાં રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીને ગળામાં વાગ્યો ભાલો
સમગ્ર ઘટના ઓડિશાના બલાંગીર જિલ્લામાં આવેલી એક શાળાની છે. જ્યા એક શાળાના વાર્ષિક રમતોત્સવની પ્રતિયોગિતા યોજાઇ રહી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીને ગળાના ભાગમાં ભાલો વાગી ગયો હતો. આ વિદ્યાર્થી નવમા ધોરણ ભણે છે જેના ગળાની આર-પાર આ ભાલો થઇ ગયો હતો. ઘટના બાદ તુરંત જ વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનું નામ સદાનંદ મેહર છે. અધિકારીઓએ કહ્યું કે, મેહર હવે ખતરાની બહાર છે. તેમણે વધુમાં કહ્યું કે, શાળામાં વાર્ષિક રમતોત્સવની પ્રતિયોગિતા યોજાઇ રહી હતી અને ત્યારે આવું થયું જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જોકે, અમને રાહત મળી છે કે વિદ્યાર્થી હવે ખતરાથી બહાર છે. 
મુખ્યમંત્રી નવીન પટનાયકે વિદ્યાર્થીના પરિવારને સહાયનો આપ્યો આદેશ
મેહરને તાત્કાલિક બાલાંગિરની ભીમા ભોઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેના ગળામાંથી ભાલો બહાર કાઢ્યો. મેહર હોસ્પિટલના ICUમાં દાખલ છે. બાલાંગિર જિલ્લા મેજિસ્ટ્રેટ ચંચલ રાણાએ PTIને જણાવ્યું, “શાળામાં રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ખરાબ ઘટના બની હતી. અમને એ જાણીને રાહત થઈ છે કે વિદ્યાર્થીની હાલત ખતરાની બહાર છે." જિલ્લા મેજિસ્ટ્રેટે અધિકારીઓને વિદ્યાર્થીના પરિવારને 30,000 રૂપિયાની તાત્કાલિક સહાય આપવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે નિર્દેશ આપ્યો છે કે, વિદ્યાર્થીને વધુ સારી સારવાર આપવામાં આવે અને આ માટે જરૂરી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવે. 

વિદ્યાર્થીના કાકાએ શું કહ્યું?
અકસ્માત વિશે વાત કરતા બાળકના કાકા અચ્યુતાનંદ મેહરે કહ્યું કે, “શાળાના અધિકારીઓએ મને આ અંગે જાણ કરી અને હું હોસ્પિટલ પહોંચ્યો. અકસ્માત બાદ રમતગમતની સ્પર્ધા મોકૂફ રાખવામાં આવી છે. આ ઘટના એક સબક પણ છે કે, શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવે તો તે પહેલા સાવચેતી રાખવામાં આવે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×