Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફરી સિંહો આવી ગયા રેલ્વે ટ્રેક પર, વનરાજનો જીવ બચાવવા ટ્રેન રોકવામાં આવી

અમરેલી જિલ્લામાં સિંહોનો દબદબો છે. આ સિંહો અવાર-નવાર રેલ્વે ટ્રેક પર આવી જતા હોય છે અને સિંહોના અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે. અગાઉ સિંહો રેલ્વે ટ્રેક પર આવીને કપાઈ ગયાની ઘટનાઓ પીપાવાવ પેસેન્જર ટ્રેન નીચે ઘટી હતી. જોકે, અમરેલીથી જૂનાગઢ જતી રેલ્વે ટ્રેક પર આવી ગયેલા 2 સિંહોને રેલ્વે તંત્રની સતર્કતાને કારણે બચાવી લેવામાં આવ્યા હતા.ગઈકાલે એટલ કે રવિવારના રોજ ધારી અને ચલાલા વચ્ચે રેલà«
ફરી સિંહો આવી ગયા રેલ્વે ટ્રેક પર  વનરાજનો જીવ બચાવવા ટ્રેન રોકવામાં આવી
Advertisement
અમરેલી જિલ્લામાં સિંહોનો દબદબો છે. આ સિંહો અવાર-નવાર રેલ્વે ટ્રેક પર આવી જતા હોય છે અને સિંહોના અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે. અગાઉ સિંહો રેલ્વે ટ્રેક પર આવીને કપાઈ ગયાની ઘટનાઓ પીપાવાવ પેસેન્જર ટ્રેન નીચે ઘટી હતી. જોકે, અમરેલીથી જૂનાગઢ જતી રેલ્વે ટ્રેક પર આવી ગયેલા 2 સિંહોને રેલ્વે તંત્રની સતર્કતાને કારણે બચાવી લેવામાં આવ્યા હતા.
ગઈકાલે એટલ કે રવિવારના રોજ ધારી અને ચલાલા વચ્ચે રેલ્વે ટ્રેક નજીક બે સિંહો આવી ચડ્યા હતા અને રેલ્વેના લોકોપાયલોટ દ્વારા પેસેન્જર ટ્રેન રોકી સિંહોના જીવ બચાવાયા હતા. જ્યારે સિંહો પાટા પરથી હટી ગયા બાદ લોકોપાયલોટ દ્વારા ટ્રેન ચાલુ કરાઈ હતી. જ્યારે 23 એપ્રિલના રોજ મીટર ગેજ પેસેન્જર ટ્રેન સિંહોની સલામતીને ધ્યાનમાં રાખી રોકવી પડી હતી. રેલ્વે તંત્ર દ્વારા કામગીરી કરનારા લોકોપાયલોટ નિર્મલ ડુફારેને સન્માનિત કરાયા હતા.
રેલ્વે તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ કરી માહિતી આપવામાં આવી હતી. અહીં અવાર-નવાર સિંહો રેલ્વે નીચે આવી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આ ઘટનામાં સિંહોનો આબાદ બચાવ થયો હતો. પણ સ્થાનીય વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની હોય તે અંગે વનવિભાગ દ્વારા ટ્રેકરો મૂકીને સિંહોની સુરક્ષા માટે વિચારવું પડશે તે વાસ્તવિકતા છે.
Tags :
Advertisement

.

×