પલસાણામાં તુલસી પેપર મિલના વેસ્ટ ગોડાઉનમા ભીષણ આગ લાગી
સુરતના (Surat)પલસાણા (Palsana)તાલુકા માં આવેલા ગંગાધરા ગામમાં આગ ની ઘટના બનતા ફાયર ના જવાનો દોડતા થયા હતા પલસાણા તાલુકા માં આવેલા ગંગાધરા ગામમાં આવેલા સિમમાં તુલસી પેપર મિલમાં ભીષ્ણ આગ લાગી હતી આગ લાગતા જ કર્મચારીઓ સહિત સ્થાનિકોમાં ભાગદોડ મચી જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું,જેના કારણે કુલ ચાર ફાયર સ્ટેશનો ની ગાડીઓ આવી પોહચી હતી, બારડોલી,પલસાણા, PEPL,કામરેજ, નવસારી સહિત ની ફાયર ટà
Advertisement
સુરતના (Surat)પલસાણા (Palsana)તાલુકા માં આવેલા ગંગાધરા ગામમાં આગ ની ઘટના બનતા ફાયર ના જવાનો દોડતા થયા હતા પલસાણા તાલુકા માં આવેલા ગંગાધરા ગામમાં આવેલા સિમમાં તુલસી પેપર મિલમાં ભીષ્ણ આગ લાગી હતી આગ લાગતા જ કર્મચારીઓ સહિત સ્થાનિકોમાં ભાગદોડ મચી જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું,જેના કારણે કુલ ચાર ફાયર સ્ટેશનો ની ગાડીઓ આવી પોહચી હતી, બારડોલી,પલસાણા, PEPL,કામરેજ, નવસારી સહિત ની ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી હતી,ફાયરના જવાનો આગ ને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
આગ પર સતત પાણી નો માંરો કરાયો હતો,સુરક્ષા વ્યવસ્થા ને ધ્યાને રાખી પલસાણા પોલીસ પણ આગ ના સ્થળ પર પોહચી હતી,મિલમાં પેપરનો જથ્થો હોવાથી આગ વિક્રળ બની હોવાનું ફાયર ના જવાનો એ અનુમાન લગવ્યું હતું,
પલસાણા તાલુકા ગંગાધરા ગામમાં તુલસી પેપર મિલમાં વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં જોત જોતામાં આખા મિલમાં આગ પસરી ગઈ હતી,પપેરનું વેસ્ટ અને ખુલ્લી હવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે,સંપૂર્ણ ગોડાઉનમાં આગ ન ફેલાય તેની બારડોલી ફાયર ટિમ દ્વારા રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી,
આગ ને કાબુ મેળવા માટે એક કલાકથી ભારે મહેનત ફાયર વિભાગ કરી રહ્યું હોવા છતાં આગ કાબુમાં નહિ આવતા ફાયર ના જવાનો પાણી નો મારો ચાલુ રાખ્યો હતો,બારડોલી અને PEPLની ફાયરની ટિમના 5 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પોહચી હતી,જો કે હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી,ફાયર વિભાગ આગ પર કાબુ મેળવા પ્રયત્ન કરી રહ્યા છે,સાથે મિલમાં કેટલા કર્મચારી હતા ,કોઈ કર્મચારી આગ નો ભોગ ન બન્યું હોય એની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી,જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


