Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બ્રહ્માંડની સૌથી રહસ્યમય જગ્યા બ્લેક હોલનો અવાજ સાંભળવો છે? જુઓ નાસાએ શેર કરેલો વિડીયો

બ્લેક હોલ બ્રહ્માંડની સૌથી રહસ્યમય જગ્યામાંથી એક છે. જ્યારે પણ વૈજ્ઞાનિકો દાવો કરે છે કે તેમણે બ્લેક હોલ વિશે ઘણું જાણા લીધું છે ત્યારે કેટલીક એવી માહિતી સામે આવે છે કેરહસ્ય ઘટવાને બદલે વધે છે. એવું કહેવાય છે કે અંતરિક્ષમાં આ એક એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ વધારે છે. જેના કારણે તેમાંથી પ્રકાશ પણ પસાર થઈ શકતો નથી અને તે બ્લેક હોલ બની જાય છે. હવે પહેલીવાર નાસાએ બ્લેક હોલનà
બ્રહ્માંડની સૌથી રહસ્યમય જગ્યા બ્લેક હોલનો અવાજ સાંભળવો છે  જુઓ નાસાએ શેર કરેલો વિડીયો
Advertisement
બ્લેક હોલ બ્રહ્માંડની સૌથી રહસ્યમય જગ્યામાંથી એક છે. જ્યારે પણ વૈજ્ઞાનિકો દાવો કરે છે કે તેમણે બ્લેક હોલ વિશે ઘણું જાણા લીધું છે ત્યારે કેટલીક એવી માહિતી સામે આવે છે કેરહસ્ય ઘટવાને બદલે વધે છે. એવું કહેવાય છે કે અંતરિક્ષમાં આ એક એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ વધારે છે. જેના કારણે તેમાંથી પ્રકાશ પણ પસાર થઈ શકતો નથી અને તે બ્લેક હોલ બની જાય છે. હવે પહેલીવાર નાસાએ બ્લેક હોલના અવાજનો વીડિયો શેર કર્યો છે.
સેટેલાઇટે બ્લેક હોલનો અવાજ રેકોર્ડ કર્યો
બ્લેક હોલની ઊર્જા એટલી બધી હોય છે કે તે ગ્રહો, તારાઓ અને આકાશગંગાઓને પણ પોતાની તરફ ખેંચે છે. અથવા તો એવું પણ કહી શકાય કે બ્લેક હોલ એક એવી જગ્યા છે કે જ્યાં ભૌતિકશાસ્ત્રના કોઈપણ નિયમો કામ કરતા નથી. નાસાના ઉપગ્રહે બ્લેક હોલનો અવાજ રેકોર્ડ કર્યો છે. જેને નાસા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં જે અવાજ સંભળાયો તે બ્લેક હોલનો છે, જેને નાસાએ માનવ કાન દ્વારા સાંભળવા સક્ષમ બનાવ્યો છે અને લાંબી પ્રક્રિયા બાદ શેર કરવામાં આવ્યો છે. આ અવાજને ધ્યાનથી સાંભળવા પર તે કોઈ હોરર ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેવો લાગે છે.
આ અવાજ ક્યાંથી રેકોર્ડ કરવામાં આવ્યો છે?
જે બ્લેક હોલની નજીક આ અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો છે તે આપણા ગ્રહ એટલે કે પૃથ્વીથી 20 કરોડ પ્રકાશ વર્ષ દૂર છે. આ ધ્વનિ વિશે ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે બ્લેક હોલમાંથી નીકળતા દબાણના તરંગો ક્લસ્ટરના ગેસને ગરમ કરે છે અને આ તરંગ માનવને સાંભળવા માટે ધ્વનિ તરંગમાં પરિવર્તિત થઈ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.

×