Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ કાશ્મીરના બડગામમાં ઘરમાં ઘૂસી આતંકીઓનો ગોળીબાર: પોલીસ અધિકારીનું મોત, ભાઇ ગંભીર રીતે ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં વધારે એક આતંકી ઘટના સામે આવી છે. મધ્ય કાશ્મીરમાં આવેલા બડગામ જિલ્લામાં શનિવારે રાત્રે આતંકીઓએ ઘરમાં ઘૂસીને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) અને તેના ભાઈ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ SPOનું મોત થયું હતું. જ્યારે તેમનો ભાઇ ગંભીર રીતે ઘાયલ થયો છે.ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી આતંકીઓ મળ્યા નથà
જમ્મુ કાશ્મીરના બડગામમાં ઘરમાં ઘૂસી આતંકીઓનો ગોળીબાર  પોલીસ અધિકારીનું મોત  ભાઇ ગંભીર રીતે ઘાયલ
Advertisement
જમ્મુ કાશ્મીરમાં વધારે એક આતંકી ઘટના સામે આવી છે. મધ્ય કાશ્મીરમાં આવેલા બડગામ જિલ્લામાં શનિવારે રાત્રે આતંકીઓએ ઘરમાં ઘૂસીને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) અને તેના ભાઈ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ SPOનું મોત થયું હતું. જ્યારે તેમનો ભાઇ ગંભીર રીતે ઘાયલ થયો છે.
ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી આતંકીઓ મળ્યા નથી. પોલીસે જણાવ્યું કે શનિવારે રાત્રે આતંકવાદીઓએ છત્તાબુગ ખાતે એસપીઓ ઈશ્ફાક અહેમદ ડાર (26) અને તેમના ભાઈ ઉમર અહેમદ ડાર (23) પર ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો. જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને લોકો લોહીથી લથપથ જમીન પર પડ્યા ત્યારબાદ આતંકીઓ ભાગી ગયા હતા.
બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એસપીઓ ઈશ્ફાક અહેમદ ડારનું મોત નિપજ્યું છે. જ્યારે તેમના ભાઈની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.  સાક્ષીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર  મનોજ સિન્હાએ કહ્યું કે આ કાયરતાપૂર્ણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોનો અંત લાવવામાં આવશે. ઘટનામાં માર્યા ગયેલા SPOના પરિવાર પ્રત્યે સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરું છુ.
Tags :
Advertisement

.

×