શ્રીકાઠડા પ્રાથમિક સ્કૂલમાં NRSC-ISRO-NICESવિશે સેમિનાર યોજાયું
શ્રીકાઠડા ગ્રામ પંચાયતના માધ્યમથી શ્રી કાઠડા પ્રાથમિક સ્કૂલ માં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના રાષ્ટ્રીય સુદૂર સંવેદન કેન્દ્ર(National Remote Sensing Centre)ના નેજા હેઠળ જલવાયુ અને પર્યાવરણ સૂચના પ્રણાલી (National Information System for Climate and Environment Studies - NICES) વિશે સેમિનાર યોજાયું.NRSC-ISROના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતી રાજશ્રીબેન બોધાલે, વરિષ્ઠ વિજ્ઞાનીકો શ્રી આલોકભાઇ તાઓરી અને શ્રી શૈયદ સાદાબભાઇ સૌને માહિતગાર કર્યàª
Advertisement
શ્રીકાઠડા ગ્રામ પંચાયતના માધ્યમથી શ્રી કાઠડા પ્રાથમિક સ્કૂલ માં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના રાષ્ટ્રીય સુદૂર સંવેદન કેન્દ્ર(National Remote Sensing Centre)ના નેજા હેઠળ જલવાયુ અને પર્યાવરણ સૂચના પ્રણાલી (National Information System for Climate and Environment Studies - NICES) વિશે સેમિનાર યોજાયું.
NRSC-ISROના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતી રાજશ્રીબેન બોધાલે, વરિષ્ઠ વિજ્ઞાનીકો શ્રી આલોકભાઇ તાઓરી અને શ્રી શૈયદ સાદાબભાઇ સૌને માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે ગામના વૈજ્ઞાનિકડો. હરીશભાઈ ગઢવી, મામલતદાર શ્રી માધુભાઈ પ્રજાપતિ, ભાનુશાલી સમાજના અગ્રણી કિશોરભાઈ જોઈસર, સરપંચ શ્રીમતી સોનલબેન ગઢવી, કમશ્રીબેન ગઢવી વગેરે એ ઉત્સાહ વધાર્યો હતો.
ISROદ્વારા યોજાયેલ ક્વિઝમાં કાઠડા તેમજ શિરવા શાળાના બાળકો એ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમાંકને ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા.આ પ્રસંગે બહોળી સંખ્યામાં વાલીઓ તેમજ ગ્રામ લોકો હાજર રહ્યા હતા.
સમગ્ર વ્યવસ્થા આચાર્ય શ્રીધીરેન મોતા તેમજ શાળા પરિવારએ સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન ખેતશી ગઢવી, આચાર્ય શિરવા શાળા અને આભારવિધિ તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન યુવા અગ્રણી ભારુંભાઈ એ કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


