આવી રહ્યું છે આફતનું વાવાઝોડું, કેવી છે તૈયારીઓ, જાણો શું કહે છે Harsh Sanghavi
બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેવી તૈયારીઓ છે તેની માહિતી ગુજરાતફર્સ્ટના દર્શકોને આપી હતી. તેમણે કહ્યું કે, ટીમ દ્વારકા દ્વારા બિપોરજોય વાવાઝોડાને સંભવિત અસરોને ધ્યાને રાખી પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
સંભવીત બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાના વરવાળા સ્થિત સાયકલોન સેન્ટરની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોને સલામતી અંગેનો વિશ્વાસ અપાવ્યો હતો. સંભવિત વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવા અંગે સબંધિત અધિકારીને સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સંબંધિત વાવાઝોડા ધ્યાને લેતા વરવાળા સાયકલોન સેન્ટર ખાતે 200 કરતા વધારે અસરગ્રસ્તોને આશ્રય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો – Cyclone Biparjoy : પ્રદેશ પ્રમુખ CR Patil એ ભાજપના તમામ કાર્યકરોને મેદાને ઉતરવા આપી સૂચના
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


