Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આઝાદી કા અમૃત મહોત્સવમાં આત્મીય ગ્રીન સ્કૂલની અનોખી પહેલ

553 વિદ્યાર્થીઓને તિરંગા અર્પણ કરી 15મી ઓગસ્ટે પોતાના ઘરે પરિવાર સાથે તિરંગો લહેરાવી ફોટો અને વિડીયો મોકલનાને પ્રોત્સાહન ઇનામ અપાશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઝાડેશ્વરની આત્મીય ગ્રીન સ્કુલ ખાતે વિધાર્થીઓને તિરંગા વિતરણ કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓ પોતાના ઘરે હર ઘર તિરંગાને સાર્થક કરે તે માટે પોતાના માતા પિતા સાથે ઘર નજીક તિરંગો લગાવી તેàª
આઝાદી કા અમૃત મહોત્સવમાં આત્મીય ગ્રીન સ્કૂલની અનોખી પહેલ
Advertisement
553 વિદ્યાર્થીઓને તિરંગા અર્પણ કરી 15મી ઓગસ્ટે પોતાના ઘરે પરિવાર સાથે તિરંગો લહેરાવી ફોટો અને વિડીયો મોકલનાને પ્રોત્સાહન ઇનામ અપાશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઝાડેશ્વરની આત્મીય ગ્રીન સ્કુલ ખાતે વિધાર્થીઓને તિરંગા વિતરણ કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓ પોતાના ઘરે હર ઘર તિરંગાને સાર્થક કરે તે માટે પોતાના માતા પિતા સાથે ઘર નજીક તિરંગો લગાવી તેનો 10 સેકન્ડનો વીડિયો અને ફોટા શાળામાં  મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓને દેશભક્તિના ગુણો પ્રોત્સાહિત કરવા માટે સારા વીડિયોને ઇનામ એનાયત કરવામાં આવશે. સાથે જ સન્માન પત્ર પણ આપવમાં આવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 'હર ઘર તિરંગા યાત્રા' કાર્યક્રમ અંતર્ગત આત્મીય ગ્રીન સ્કુલ, ઝાડેશ્વર ખાતે શાળાના તમામ વિધાર્થીઓને શાળા તરફથી તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મીય ગ્રીન શાળાના મેનેજીંગ ડાયરેકટર પ્રવિણભાઈ કાછડીયા દ્વારા ઉપસ્થિત મહેમાનનું સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્ય દ્વારા  તિરંગા વિતરણ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરાયું હતું.
સાથે જ દરેક વિદ્યાર્થીને પોતાના ઘરની બહાર તિરંગો લહેરાવીને પોતાના વાલી સાથેનો ફોટો શાળાને મોકલવા અને જે પોતાના ઘર પર તિરંગાો ફરકાવતા બેસ્ટ ફોટો અને વિડિયોની સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. જેમાં જે વિદ્યાર્થીનો ફોટો સારો હશે તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સ્પર્ધા ધોરણ 1થી 10 ના દરેક એક વર્ગમાંથી ત્રણ વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકના ઇનામ એનાયત કરવામાં આવશે, સાથે જ તમામને સન્માન પત્ર પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને વાલીઓ વડાપ્રધાનના હર ઘર તિરંગાને સાર્થક કરે તે માટે શાળા સંચાલકો દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. 
 
Tags :
Advertisement

.

×