નવા વર્ષના પ્રથમ દિવસે ભરૂચમાં જોવા મળ્યું ગીધ, છેલ્લા ૧૫ વર્ષથી ભરૂચમાં ગીધ હતા નામશેષ
ભરૂચ જિલ્લામાં ૧૫ વર્ષ બાદ નામશેષ થયેલા ગીધરાજનું નવા વર્ષે જ આગમન થયું છે. લુપ્ત થયેલા વિશાળ ગીધને શહેરના લિંક રોડ ઉપર આવેલી ગંગોત્રી સોસાયટીમાં જોતા લોકો તેને પહેલીવાર પ્રત્યક્ષ જોવા ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા.માત્ર ચિત્રો, ફોટા અને વીડિયોમાં જોવા મળતું કુદરતી સફાઈ કામદાર ગીધ આજે નવા વર્ષ ૨૦૨૩ના પ્રથમ દિવસે ભરૂચ શહેરની સોસાયટીમાં જોવા મળતા લોકો તેને ઉત્સુકતા વશ જોવા અને સેલà«
Advertisement
ભરૂચ જિલ્લામાં ૧૫ વર્ષ બાદ નામશેષ થયેલા ગીધરાજનું નવા વર્ષે જ આગમન થયું છે. લુપ્ત થયેલા વિશાળ ગીધને શહેરના લિંક રોડ ઉપર આવેલી ગંગોત્રી સોસાયટીમાં જોતા લોકો તેને પહેલીવાર પ્રત્યક્ષ જોવા ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા.
માત્ર ચિત્રો, ફોટા અને વીડિયોમાં જોવા મળતું કુદરતી સફાઈ કામદાર ગીધ આજે નવા વર્ષ ૨૦૨૩ના પ્રથમ દિવસે ભરૂચ શહેરની સોસાયટીમાં જોવા મળતા લોકો તેને ઉત્સુકતા વશ જોવા અને સેલ્ફીઓ લેવા ઉમટી પડ્યા હતા. નવા વર્ષના શુભ આરંભમાં શહેરમાં લિંક રોડ પાસે આવેલ ગંગોત્રી સોસાયટીમાં લુપ્ત પ્રજાતિના ગીધ રાજ ઇજાગ્રસ્ત હાલતમાં છે. એવી માહિતી સ્થાનિક જીવદયા પ્રેમી કિશોરભાઈ કાવાએ ભરૂચ વન વિભાગના વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્માને આપી હતી.
તેઓ સાથે કામધેનુ ગૌરક્ષા સમિતિના કાર્યકરો, રમેશભાઈ દવે, યોગેશ મિસ્ત્રી, ઉમેશ પટેલતત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં જઈ જોતા વિશાળ ગીધ નજરે પડતા તેઓ પણ આંનદીત થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત ગીધને સલામત રેસ્ક્યુ કરી ભરૂચ વનવિભાગને સારવાર અર્થે નીલકંઠ નર્સરીમાં ઓબ્ઝર્વેશનમાં મોકલી આપવામાં આવ્યું છે.
આ ગીધ ૧૨ વર્ષની વયનું અને ૧૪ થી ૧૫ કિલો વજનનું છે. જે ૨ થી ૩ હજાર કિલોમીટરની ઉડાન ભરી ભરૂચનું મહેમાન બન્યું હોવાનું અનુમાન લગવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લે વર્ષ ૨૦૦૮માં એક ગીધ વસ્તી ગણતરીમાં નોંધાયું હતું.
આ પણ વાંચોઃ જામનગર જિલ્લાના ૧૧ ટાપુઓમાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર, સંભવિત દેશ વિરોધી અને ગેરકાયદે પ્રવૃતિઓને રોકવાનો હેતુ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


