Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘કાં બાઇક આપો, કાં મારી નાંખો’, રાજકોટમાં બાઇક ટોઇંગ થતા યુવક વાન આગળ સુઇ ગયો, જુઓ વિડીયો

લગભગ આપણા બધાના બાઇક કે કાર એક વખત તો ટોઇંગ થયા જ હશે. રસ્તાની સાઇડમાં પાર્ક કર્યા હોય કે પછી અન્ય કોઇ જાહેર જગ્યા પર, ટ્રાફિક પોલીસની વાન આવીને ગાડી ઉપાડી જાય છે. આ અંગે ઘણા વખત લોકો અને ટોઇંગ કરનારા સ્ટાફ સાથે માથાકૂટ પણ કરતા હોય છે. ભૂતકાળમાં આ પ્રકારની અનેક ઘટનાઓ પણ બની ચુકી છે. ત્યારે આ પ્રકારની વધારે એક ઘટના સામે આવી છે.વાત છે રંગીલા રાજકોટ શહેરની. રાજકોટ શહેરમાં આજે જ્યારે એક યુ
 lsquo કાં બાઇક આપો  કાં મારી નાંખો rsquo   રાજકોટમાં બાઇક ટોઇંગ થતા યુવક વાન આગળ સુઇ ગયો  જુઓ વિડીયો
Advertisement
લગભગ આપણા બધાના બાઇક કે કાર એક વખત તો ટોઇંગ થયા જ હશે. રસ્તાની સાઇડમાં પાર્ક કર્યા હોય કે પછી અન્ય કોઇ જાહેર જગ્યા પર, ટ્રાફિક પોલીસની વાન આવીને ગાડી ઉપાડી જાય છે. આ અંગે ઘણા વખત લોકો અને ટોઇંગ કરનારા સ્ટાફ સાથે માથાકૂટ પણ કરતા હોય છે. ભૂતકાળમાં આ પ્રકારની અનેક ઘટનાઓ પણ બની ચુકી છે. ત્યારે આ પ્રકારની વધારે એક ઘટના સામે આવી છે.
વાત છે રંગીલા રાજકોટ શહેરની. રાજકોટ શહેરમાં આજે જ્યારે એક યુવકનું બાઇક ટોઇંગ કરવામાં આવ્યું તો તેણે ભાારે હોબાળો મચાવ્યો હતો. તે યુવક રસ્તા પર જ સુઇ ગયો હતો. પોતાની બાઇક પાછી મેળવવા માટે તેણ ધમપછાડા કર્યા હતા. આ ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે.

ઘટના રાજકોટના ત્રિકોણ બાગ વિસ્તારની છે. જ્યાં ટોઇંગ સટાફ દ્વારા એક યુવકની બાઇક ટો કરવામાં આવી. જેની જાણ તે યુવકને થતા આવીને ટોઇંગ વાન આગળ આવીને સુઇ ગયો હતો. ત્યારબાદ ટોઇંગ સ્ટાફના લોકોએ તેને સમજાવવાના પ્રયાસો કર્યા પરંતુ તે કોઇની વાત સાંભળવા તૈયાર નહોતો. યુવકનું તો બસ એક જ રટણ હતું કે કાં બાઇક આપો, કાં મારી નાંખો. આ સિવાય વિડીયોમાં તે એવું કહેતો પણ જોવા મળે છે કે મારી કોઇ ભુલ જ નથી. આ પહેલા પણ મરી બાાઇક લઇ ગયા હતા. 
યુવકની આ ધમાલના કારણે આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સાથે જ આ ઘટનાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.

×