રશિયા-યુક્રેન યુદ્ધમાં મોરબીનો યુવક ઝડપાયો! યુવકની માતા સાથે Gujarat First ની EXCLUSIVE વાતચીત
- મોરબીનો યુવક રશિયન સેના વતી યુદ્ધ દરમિયાન ઝડપાયો સેનાના હાથે
- મોરબીના યુવકની માતા પહોંચી ગાંધીનગર
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરશે રજૂઆત
- યુવકની માતા સાથે ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત
- સાહિલ માંજોઠી અભ્યાસ અર્થે ગયો હતો રશિયા
- રશિયાન સેના વતી યુક્રેન સામે લડી રહ્યો હતો યુદ્ધ
- અમે CMને રજૂઆત કરવાના છીએઃ યુવકની માતા
Morbi : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોરબીનો યુવક સાહિલ માંજોઠી રશિયન સેના વતી લડતા યુક્રેન સેનાના હાથે ઝડપાયો છે. મૂળ અભ્યાસ અર્થે રશિયા ગયેલો સાહિલ, કોઈ રીતે રશિયન સેના વતી યુદ્ધ લડી રહ્યો હતો.
પુત્રના ઝડપાયાના સમાચાર મળતાં જ ચિંતાતુર બનેલા સાહિલના માતાએ પુત્રને હેમખેમ છોડાવવા માટે રાજ્ય સરકારની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. 'Gujarat First' સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં યુવકની માતાએ જણાવ્યું હતું કે, તેઓ આજે ગાંધીનગર પહોંચ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને આ અંગે સત્તાવાર રજૂઆત કરવાના છે, જેથી વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને તેમના પુત્રને મુક્ત કરાવી શકાય.
આ પણ વાંચો : Indian: મોરબીના યુવકે યુક્રેન સેના સામે સરેન્ડર કર્યું, રશિયા તરફથી લડી રહ્યો હતો યુદ્ધ, જુઓ Video


