Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગરબા રમતા રમતા યુવક અચાનક ઢળી પડ્યો, થોડા જ સમયમાં મોતને ભેટ્યો, Video

આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક મોતને ભેટ્યોયુવક ગરબા રમી રહ્યો હતો તે સમયે બન્યો બનાવતારાપુરના મોરજ રોડ ઉપર આવેલા શિવ શક્તિપાર્ક સોસાયટીમાં ગરબા રમતા બની ઘટના નવરાત્રી મહોત્સવ દરમ્યાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવકને અચાનક ગરબા રમતા ઢળી પડ્યાનો વિડીયો આવ્યો સામે30 તારીખે રાત્રિના સમયે ગરબા રમતા ઘટના બની ચાલુ ગરબામાં યુવકના મોતનો બનાવનો વિડીયો તારાપુર પંથમા પ્રસર
ગરબા રમતા રમતા યુવક અચાનક ઢળી પડ્યો  થોડા જ સમયમાં મોતને ભેટ્યો  video
Advertisement
  • આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક મોતને ભેટ્યો
  • યુવક ગરબા રમી રહ્યો હતો તે સમયે બન્યો બનાવ
  • તારાપુરના મોરજ રોડ ઉપર આવેલા શિવ શક્તિપાર્ક સોસાયટીમાં ગરબા રમતા બની ઘટના 
  • નવરાત્રી મહોત્સવ દરમ્યાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવકને અચાનક ગરબા રમતા ઢળી પડ્યાનો વિડીયો આવ્યો સામે
  • 30 તારીખે રાત્રિના સમયે ગરબા રમતા ઘટના બની 
  • ચાલુ ગરબામાં યુવકના મોતનો બનાવનો વિડીયો તારાપુર પંથમા પ્રસરી જતા ગરબા મંડળોમા ઘેરા શોકની લાગણી પ્રવતી 
  • યુવકના મોતથી પરિવાજનોમાં શોકનું મોજું ફરી વળ્યું
રાજ્યમાં નવરાત્રિ (Navratri)ના પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા રમી રહ્યા છે. રાજ્યના મોટા શહેરોથી લઇને નાના ગામડાઓ, પોળમાં પણ ગરબા રમતા ઘણા વિડીયો (Video) સામે આવ્યા છે. આ વચ્ચે એક વિડીયો આણંદ (Anand)થી સામે આવ્યો છે જ્યા એક યુવક ગરબા રમતા-રમતા ઢળી પડે છે. આટલું જ નહીં પછી જે થાય છે તે વિશે તેની આસપાસ ગરબાના તાલે નાચી રહેલા લોકોએ પણ નહીં વિચાર્યું હોય.
ગરબ રમતા ઢળી પડ્યો યુવક
મોત ક્યારે આવી જાય તેનું કોઇ જ નક્કી નથી, આવું આપણે સાંભળતા આવ્યા છીએ. પરંતુ તેનું એક તાજું ઉદાહરણ આણંદથી સામે આવ્યું છે. જ્યા એક યુવક નવરાત્રિમાં ગરબા રમતા રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. વિગતે વાત કરીએ તો આણંદના તારાપુરના મોરજ રોડ ઉપર આવેલા શિવ શક્તિપાર્ક સોસાયટીમાં આ યુવક જેનું નામ વિરેન્દ્રસિંહ રાજપૂત છે જે તેના સાથી મિત્રો સાથે ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તે ઢળી પડ્યો હતો. આ ઘટના ગત મહિનાની 30 તારીખની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.  
પરિવારજનોમાં ફરી વળ્યું શોકનું મોજું
યુવકના અચાનક જ ઢળી પડવાથી તેની આસપાસ ગરબા રમી રહેલા લોકો ગભરાઇ ગયા હતા. યુવકના લાઇવ મોતનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે કે, મોતની થોડી જ મિનિટો પહેલા આ યુવાન હસી રહ્યો હતો અને સ્વસ્થ લાગી રહ્યો હતો. ઘટના બન્યા બાદ આ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન રસ્તામાં જ યુવકે દમ તોડી દીધો હતો. યુવકનું રસ્તામાં જ મોત થઇ ગયુ હતું. ચાલુ ગરબામાં યુવકના મોતનો બનાવનો વિડીયો તારાપુર પંથકમા પ્રસરી જતા ગરબા મંડળોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તિ છે. તો બીજી તરફ યુવકના મોતથી તેના પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. 
 
Tags :
Advertisement

.

×