Aadhaar Update: આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલવા માટે ક્યાંય જવાની જરૂર નથી! સંપૂર્ણ માહિતી
હવે તમે ઘેરબેઠાં આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકો છો. સરકારે નવી આધાર એપમાં આ સુવિધા શરૂ કરી દીધી છે તેમજ સરનામું, નામ અને ઇ-મેલ આઈડી પણ અપડેટ કરવાની સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે.
નવી સર્વિસ કેવી રીતે કામ કરશે?
UIDAI મુજબ એપ દ્વારા આધારમાં અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આ માટે કોઈ દસ્તાવેજ કે ફિઝિકલ વિઝિટની જરૂર નથી. આખી પ્રક્રિયા થોડી મિનિટોમાં થઈ જશે.
એપમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ થશે?
6 અંકનો PIN દાખલ કરીને આધાર એપમાં લોગ-ઇન કરો
સ્ક્રોલ કરીને નીચે જાઓ, સર્વિસીઝમાં 'માય આધાર અપડેટ' પર ક્લિક કરો
સૌથી પહેલા મોબાઇલ નંબર અપડેટનો જ વિકલ્પ આવશે, ક્લિક કરો
અહીં જરૂરી વિગતો વાંચો, કન્ટિન્યુ પર ક્લિક કરો
હાલનો મોબાઇલ નંબર દાખલ કરો, OTP વેરિફાય કરો
નવો મોબાઇલ નંબર દાખલ કરો, OTP વેરિફાય કરો
ફેસ ઓથેન્ટિકેશન થશે, કેમેરામાં જોઈને એકવાર આંખ બંધ કરો અને ખોલો
પેમેન્ટ કરવાનો વિકલ્પ આવશે, ₹75 જમા કર્યા પછી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે


